વાંકાનેર : પેપરમીલમાં મજૂરો વચ્ચેની મારમારીમાં વળતી ફરિયાદ નોંધાઈ

- text


વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડ કરી

વાંકાનેર : વાંકાનેર નજીક સરતાનપર રોડ ઉપર આવેલ પેપરમિલના કારખાનામાં પૈસાની લેતી દેતીના મુદ્દે મજૂરો વચ્ચે મારામારી થઈ હતી.આ ઘટનામાં બનાવના દિવસે મજૂરોના એક જૂથે ફરિયાદ નોંધાવ્યા બાદ સમાપક્ષના મજૂરોના જૂથે વળતી ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પોલીસે આ બનાવની સામસામી ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી.

- text

આ બનાવની વાંકાનેર તાલુક પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર રૂસ્તમકુમાર અરૂણસિંગ સીંગ ઉવ-૩૪ રહે- હાલે- સોપાન પેપરમીલ કારખાને સરતાનપર રોડ વાંકાનેર વાળાએ કામતા ઉર્ફે નથુ મયાદિન રાજપુત ઉવ-૨૬, પ્રકાશ ઉર્ફે અશોકકુમાર રાજકિશોર વર્મા ઉવ-૨૧ રામબાબુ સમવા શર્મા ઉવ-૩૮ ધમેન્દ્ર ચંદ્રશેખર વર્મા ઉવ-૨૧ સામે તા-૧૫ના રોજ સરતાનપર રોડ ઉપર આવેલ સોપાન પેપર મીલમા મજૂરો વચ્ચે થયેલી મારમારીમાં વળતી ફરિયાદ નોંધાવી હતી કે,આરોપીઓ મજુરીના પૈસાનો હીસાબ કરતા હોય અને અંદરો અંદર ઝઘડો કરતા હોય અને દેકારો કરતા હોય જેથી ફરીયાદીએ દેકારો નહી કરવા જણાવતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઈ ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને તથા સાહેદ રામભવન જંગીભાઈ ગુપ્તાને માથાના ભાગે લાકડીનો ઘા મારી તેમજ સાહેદોને ઢીકાપાટુનો માર મારી ફરી વખત સમજાવવા આવશો તો ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text