ખરા અર્થમાં અન્નપૂર્ણા : એપાર્ટમેન્ટની મહિલાઓ સાથે મળીને બનાવે છે ગરીબો માટે રોટલીઓ

મોરબી : પ્રાચીન પરંપરા અનુસાર પરિવારની ગૃહિણીને અન્નપૂર્ણા તરીકે બિરદાવવામાં આવે છે. કારણ કે સામાન્ય રીતે, કોઈપણ કુટુંબમાં પુત્રવધુ ભોજન તૈયાર કરે તો જ પરિવારજનોને સંતોષનો ઓડકાર આવતો હોય છે. મહિલાઓ જયારે પોતાના કુટુંબ માટે પ્રેમથી રસોઈ બનાવતી હોય ત્યારે તે મહિલાઓ દ્વારા ‘વસુદૈવ કુટુંમ્બકમ્’ની ભાવના રાખી ગરીબો પણ ભૂખ્યા ના રહે તે હેતુથી રોટલીઓનું દાન કરવામાં આવતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

મોરબીના રવાપર રોડ પર મારુતિનગર સોસાયટીમાં આવેલ શ્રવણસેતુ એપાર્ટમેન્ટમાં રહેતા સુનીતાબેન ભાલોડીયા, લક્ષ્મીબેન કુંડારીયા, મંજુબેન ઘોડાસરા, મંજુબેન કાલાવાડિયા, કંચનબેન ચારોલા, જાગૃતિબેન રંગપરીયા સહિતની મહિલાઓ દ્વારા છેલ્લા અઢી વર્ષથી દર શુક્રવારે 7-8 કિલો ઘઉંનો લોટ તથા 500 ગ્રામ ઘીના ઉપયોગથી અંદાજે 450-500 જેટલી રોટલીઓ બનાવવામાં આવે છે. આ રોટલીઓ લીલાપર રોડ પર આવેલી યદુનંદન ગૌશાળાને દાન આપવામાં આવે છે. ત્યારબાદ યદુનંદન ગૌશાળા દ્વારા આ રોટલીઓ ગરીબો કે અપંગો કે નિરાધારોને વિતરણ કરવામાં આવે છે.

આમ, શ્રવણસેતુ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઓ યદુનંદન ગૌશાળાના માધ્યમથી નિરાધારોને સહાયરૂપ બનાવાની, જે પ્રેરણાદાયી પહેલ કરી છે તે પ્રયાસ મહિલાઓને ખરા અર્થમાં અન્નપૂર્ણા સાબિત કરે છે!


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628