મોરબી : રૂ. ૯ કરોડના ખર્ચે બનનાર જેતપર-વાઘપર રોડનું રવિવારે ખાત મુહૂર્ત

- text


મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆતથી મંજુર થયેલ, રૂા. ૯,૦૫,૭૮,૪૨૮/- ના ખર્ચે બનનાર જેતપર(મ.) – વાઘપર રોડના કામનું ખાતમુહૂર્ત કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના વરદ હસ્તે આગામી તા.૧૭-૧૧-૨૦૧૯ને રવિવારના સાંજે ૪:૦૦ કલાકે જેતપર(મ.) મુકામે તાલુકા કુમારશાળાના પ્રાંગણમાં કરવામાં આવશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનનાર આ રોડ ૫.૨૦૦ કિ.મિ. લંબાઈનો છે. જેમાં ૨ મેજર બ્રિજ, ૧ સ્લેબ ડ્રેઇન, ૨ પાઇપ નાળા તથા ૩ સંરક્ષણ દીવાલો બનશે. આ રોડ બનવાથી જેતપર (મ.) તથા આસપાસના ૧૦ જેટલા ગામોને નેશનલ હાઇવે નં. ૨૭ જવા માટે ખૂબ સુવિધા રહેશે. આ ખાતમુહૂર્ત વિધિ સમારોહમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા મોરબી માળીયા વિધાનસભાના આગેવાનો કાર્યકરોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text