મોરબી : ઘરમાં ઘુસી છરીની અણીએ રૂ.૯૬ હજારની માલમતાની લૂંટ

- text


સામાકાંઠે રહેણાંક મકાનમાં ત્રણ શખ્સો લૂંટ ચાલવીને ફરાર થઈ ગયાની વૃદ્ધાએ ફરિયાદ નોધાવી

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ અનુપમ સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં ત્રણ શખ્સૉ લૂંટના ઇરાદે ત્રાટકયા હતા અને મકાનમાં ઘુસીને ત્રણેય શખ્સો વૃદ્ધાને છરી બતાવી રૂ.૯૬ હજારની માલમતાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.આ લૂંટની ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ લૂંટના બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઇન્દીરાબેન મનહરલાલ કાંતીલાલ પંચાલ ઉ.વ.૭૭ મોરબી-૨ અનુપમ સોસાયટી આશાદિપ મકાનમાં વાળાએ ત્રણ અજાણ્યા ઇસમો સામે બી ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી કે,તા.૧૫/૧૧/૨૦૧૯.ના રોજ અનુપમ સોસાયટી ફરીયાદી ઇન્દીરાબેન મનહરલાલ પંચાલના મકાનમાં અજાણ્યા ત્રણેક ઇસમો ઉ.વ. આશરે ૨૫ થી ૩૦ વર્ષે વાળાઓ મેઇન દરવાજાની બાજુની બારી તોડી ત્યાથી ઘરમાં ઘુસ્યા હતા.આ ત્રણેય શખ્સોએ ફરીયાદીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી સોનાનો ચેન બે તોલાનો તથા સોનાની માળા બે તોલાની તથા હાથમાં પહેરેલ સોનાની વીંટી બે ગ્રામની મળી કુલ-૪૨ ગ્રામ સોનુ કી.રૂ.૮૪,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૧૨,૦૦૦/ મળી કુલ રૂપીયા ૯૬,૦૦૦/ ની માલ મતાની લુંટ કરી નાસી છૂટ્યા હતા.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text