મોરબી : ટ્રાફિક, ગંદકી, બિસ્માર રસ્તાઓ સહિતની સમસ્યાઓ અંગે નવનિયુક્ત ચીફ ઓફિસરને રજૂઆત

- text


મોરબી : ઇન્ટર નેશનલ હ્યુમન રાઇટ એસોસીએસન – ગુજરાતના જનરલ સેક્રેટરી કે. ડી. બાવરવા દ્વારા મોરબી નગરપાલિકામાં નવનિયુક્ત ચીફ ઓફિસરને ટ્રાફિક, ગંદકી, બિસ્માર રસ્તાઓ સહિતની મુખ્ય 11 સમસ્યાઓ અંગે અવગત કરવા તથા તે સમસ્યાઓનું નિવારણ લાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

આ લેખિત રજુઆતમાં દર્શાવેલી મુખ્ય 11 સમસ્યાઓ નીચે મુજબ છે.

(૧) મોરબીના રોડ-રસ્તા પર તેમજ સોસાયટી અને શેરીઓમાં રખડતા ઢોરોનો અસહનીય ત્રાસ છે. જેનો ઉકેલ લાવવો જરૂરી છે.

(૨) મોરબીમાં સ્વચ્છતાનો અભાવ છે. આમાં તંત્ર દ્વારા થતાં કામમાં સુધારો થાય તેમજ મોરબીની જનતા સ્વચ્છતા બાબતે જાગૃત થાય અને કચરો જ્યાં ત્યાં ના ફેકે અને તેની યોગ્ય વ્યવસ્થા થાય તેમજ કચરો કરનારને તંત્ર દ્વારા દંડની જોગવાઈઓ કરીને રોકવામાં આવે તેવી અપેક્ષા છે.

(૩) મોરબીમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે. આમાં તંત્ર દ્વારા જરૂરી સુધારા-વધારા કરવા માં આવે, લોકો માટે અમુક નિયમો કરવામાં આવે, વારંવાર ગટર જામ થતી હોય તેવા વિસ્તારમાં તપાસ કરીને જરૂરી સૂચનાઑ અને દંડ દ્વારા પણ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે તેવા પગલાં લેવા જરૂરી છે.

(૪) મોરબીમાં વરસાદના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની તાતી જરૂરિયાત છે. પાણીના નિકાલની જગ્યાઑ ઉપર કરવામાં આવેલ દબાણો બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે, નિકાલ વ્યવસ્થિત રીતે કરવામાં આવે અને ચોમાસામાં લોકો પરેશાન ન થાય તેવી વ્યવસ્થા કરવાની જરૂરિયાત છે.

- text

(૫) મોરબીના રસ્તાઑ બિસ્માર હાલતમાં છે. તેને તાત્કાલિક રીપેર કરવામાં આવે, રોડ ઉપર જ્યારે વાહન પસાર થાય ત્યારે ધૂળની ડમરી ઊડે નહિ તે માટે રોડની સફાઈ કરવામાં આવે. તે માટે યોગ્ય કરવું જરૂરી છે.

(૬) મોરબીમાં આડેધડ બાંધકામ ચાલે છે. કોઈ નિયમોનું પાલન થતું નથી. તે ધ્યાનમાં લેવું જરૂરી છે.

(૭) મોરબીમાં પાર્કિંગની પૂરતી સુવિધાઑ નથી, જેના કારણે લોકો પરેશાન થાય છે. લોકો સુવિધાના અભાવે જ્યાં ત્યાં પાર્કિંગ કરે છે. વાહનો ડિટેઇન થાય તો લોકોને દંડ ભરવો પડે છે. તો યોગ્ય અને પૂરતી પાર્કિંગની વ્યવસ્થા કરવાવિનંતી છે.

(૮) મોરબીમાં સ્ટ્રીટ લાઇટો ઘણા વિસ્તારમાં નથી. તેમજ અમુક વિસ્તારમાં સવારે પણ લાઈટ ચાલુ છે. જે બાબતે યોગ્ય પગલાં લેવા પડશે.

(૯) મોરબીમાં ટ્રાફિકની ખૂબ જ મોટી સમસ્યા છે. જેને નિવારવા માટે મોરબીને ફરતો રિંગરોડ બને તેમજ મોરબીની મેઇન બજારોમાં ઓવર બ્રિજ બને. આ રીતે આ સમસ્યાનો હલ આવી શકે.

(૧૦) મોરબીમાં સિટી બસ તો છે. પણ તેના સ્ટેન્ડ ક્યાય બનેલ નથી. તેમજ ટાઈમ ટેબલ પણ ક્યાય લગાવેલ નથી. જેથી, લોકો બસની સુવિધાનો પૂરેપૂરો લાભ લઈ શકતા નથી. તો જરૂરિયાતવાળી જગ્યાઓએ સ્ટેન્ડ બનાવવામાં આવે તેમજ ત્યાં ટાઈમ ટેબલ મૂકવામાં આવે તેવું કરવા વિંનતી છે.

(૧૧) મોરબીમાં બગીચાઑની યોગ્ય જાણવણી થતી નથી. બગીચામાં બાળકો રમી શકે અને પર્યાવરણને પણ ફાયદો થાય, આ બાબતે પગલાં લેવા જરૂરી છે.

આમ, મોરબીના રહીશોને પરેશાન કરતી મુખ્ય 11 સમસ્યાઓ અંગે નવનિયુક્ત ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ તેની નકલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વિધાનસભા નેતા પરેશભાઈ ધાનાણી તથા મોરબી જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવી હતી.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text