ઢુવા પાસેથી ઇકો કારમાં દેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર તાલુકાના ઢુવા ગામમાંથી 340 લીટર દેશી દારૂ તથા ઇકો કાર મળી કુલ રૂ. 1,60,300ના જથ્થા સાથે એક શખ્સને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ASI સુરેશભાઈ રામભાઈ ચાવડાને મળેલ બાતમી મુજબ વોચ રાખતા દેશી દારૂ ભરેલી ઇકો કાર નં. GJ 13 AB 6032 ઢુવા ગામના વરમોરા સીરામીક કારખાના પાછળના રસ્તેથી પસાર થતી હતી ત્યારે પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવતા કારચાલકે કારને રોકી નહિ. તેથી, પોલીસે ખાનગી વાહન દ્વારા પીછો કરતા કારચાલકે ઇકો કાર પડતી મૂકી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ સ્ટાફે કારચાલક પાછળ દોડીને પકડી પાડ્યો હતો. આરોપી મહેશ ઉર્ફે બાબુ મનસુખભાઇ બાંટીયા (ઉ. વ. 22, રહે. સામતપર, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર)ને ઇકો કારમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ 340 લીટર કી. રૂ. 6,800નો, ઇકો ગાડી કી. રૂ. 1,50,000, વિવો મોબાઈલ ફોન કી. રૂ. 3000 તથા એક સેમસંગ ફોન કી. રૂ. 500 સહીત કુલ કી. રૂ. 1,60,300ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text