ટંકારાના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા સુરતની ખાનગી હોસ્પિટલ સામે મામલતદારને આવેદન

ટંકારા : સામાજિક કાર્યકર્તાઓ દ્વારા સુરતની ખાનગી હોસ્પિટલ સામે ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ સુરત શહેરમાં રહેતા અને મુળ ખીજડીયાની ૯માં ધોરણમાં ભણતી હોનહાર, પ્રતિભાશાળી અને હોંશિયાર એવી ધ્વની બાબુભાઈ ચૌહાણ ઉ.વ.૧૪ને પેટમાં દુઃખાવો ઉપાડતા સુરતની બ્લેશીંગ્સ નામની પ્રાઇવેટ હોસ્પીટલમાં બપોરે ૨ વાગ્યે એડમિટ કરેલ પરંતું કોઇપણ જાતના ટેસ્ટ રિપોર્ટ કરાવ્યાં વગર નર્સ દ્રારા સતત ઈંજેકસનો જ આપ્યાં રાખ્યાં અને ડોકટર ચેકઅપ કરવા આવ્યાં જ નહીં અને નર્સ મારફત ફોન ઉપર જ સુચના આપ્યા રાખી. ડોક્ટરની બેદરકારીના કારણે સાંજે વિદ્યાર્થીની ધ્વનિ ચૌહાણ અસહ્ય દુઃખાવાનાં લીધે કોમામાં ચાલી ગયેલ હતી.

ધ્વનિ કોમમાં ચાલી ગયેલ છતાં પણ ડોકટર સાહેબ આવ્યાં નહીં અને ઉલ્ટાનાં પરિવારજનોને ફોન ઉપર એલફેલ બોલવા લાગ્યા અને બેદરકારી રાખવા લાગ્યા હતા. છેવટે ડોકટર રાત સુધી ના આવતાં અને નર્સ દ્રારા ઓવરડોઝ દીધેલા ઈંજેકસનોનાં કારણે રાત્રે૯/૩૦ વાગ્યે ડોકટરની ઘોર બેદરકારીનાં કારણે મોતને ભેટી હતી. જે પોસ્ટ માર્ટમ રિપોર્ટમા સાબીત થાય છે.

આ દુર્ઘટનાના કારણે બેજવાબદાર ડોકટર, નર્સ અને બ્લેશીંગ્સ હોસ્પીટલ સામે કઠોર પગલાં લેવા તેમજ પરિવારજનોને યોગ્ય ન્યાય અને વળતર અપાવવા અને હવે કોઈ બીજી વ્યક્તિ બેદરકારીનો ભોગ ના બને તે માટે જવાબદારોને કડક સજા થાય તે માટે ટંકારા તાલુકાના સામાજીક કાર્યકરો, પ્રવીણભાઈ ચૌહાણ, હેમંતભાઈ ચાવડા, દિલીપભાઈ મકવાણા, નરસીભાઈ વરણ, જગદિસભાઈ ચાવડા,નરેશ ચૌહાણ, રમેશભાઈ સારેસા, મોહનભાઇ, ઉમેશભાઈ, છગનભાઈ, વિજયભાઈ સહીત એક સો એક જેટલા આગેવાન, કાર્યકરો હાજર રહી મામ. સાહેબ ટંકારાને લેખીતમા અને મૌખિકમાં રજુઆત કરેલ હતી.