માળીયા નજીક મચ્છુના વહેણમાં ત્રણ દિવસ પહેલા તણાયેલા સાગર ખેડૂતની લાશ મળી

- text


કાજરડા ગામે ત્રણ દિવસ પહેલા પાણીમાં સાગર ખેડૂત તણાયા હોવાની જાણ કરવા છતાં તંત્ર મદદ માટે ન પહોંચતા ગ્રામજનોમાં રોષ : તંત્રની મદદ ન મળતા ગામલોકોએ હોડીની મદદથી રેસ્ક્યુ હાથ ધર્યું : પણ સાગર ખેડુતની આજે પાણીમાંથી લાશ તરતી મળી આવી

માળીયા : માળીયા તાલુકાના કાજરડા ગામ પાસે મચ્છુના ધસમસતા પાણીના વહેણમાં ત્રણ દિવસ પહેલા સાગર ખેડૂત તણાઈ ગયા હતા.જોકે આ બનાવની તે જ દિવસે સરપંચે જાણ કરવા છતાં પણ તંત્ર તરફથી કોઈ મદદ મળી ન હતી. તંત્ર આજ દિન સુધી મદદ માટે ન પહોંચતા અંતે ગ્રામજનોએ આજે હોડીની મારફત રેસ્ક્યુ હાથ ધર્યું હતું. પરંતુ સાગર ખેડૂતની પાણીમાંથી લાશ તરતી મળી આવી હતી. આ બનાવમાં તંત્ર મદદે ન પહોંચતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના કાજરડા ગામે રહેતા જાકુબભાઈ જુમાભાઈ જેડા ઉ.વ.55 નામના આધેડ ત્રણ દિવસ પહેલા કાજરડા અને ચીખલી ગામ વચ્ચે રણકાંઠાના દરિયાઈ વિસ્તારમાં ઝીગાની ખેતી કરવા ગયા હતા અને તેઓ ઝીગાની ખેતી કરીને પોતાના ગામ તરફ પરત આવી રહ્યા હતા. તે વખતે વરસાદને પગલે કાજરડા ગામે મચ્છુ નદીના નાલા પાસે પાણીમાંથી ચાલવા જતા અચાનક પાણીનું વહેણ વધતા જ તેઓ આ ધસમસતા પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. બાદમાં તેમના પરિવારજનોએ આ બનાવની ગામના સરપંચ અલ્લારખાભાઈ ભટ્ટીને જાણ કરી હતી. આથી સરપંચે તેમના ગામનો એક વ્યક્તિ કાજરડા પાસે પાણીમાં તણાઈ ગયાની માળીયાના મામલતદાર અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પણ તંત્રએ માનવતા નેવે મૂકીને મદદ માટે આવવાની ચોખ્ખી ના પાડી હતી. આજે ત્રીજો દિવસ થવા છતાં તંત્ર મદદ માટે ન આપતા અંતે આજે 200 જેટલા ગામલોકોએ હોડીઓ લઈને સ્વયમ દરિયાઈ રણમાં રેસ્ક્યુ હાથ ધર્યું હતું. પરંતુ પાણીના વહેણમાં તણાયેલા જાકુબભાઈ જેડાની લાશ આજે પાણીમાં તરતી મળી આવી હતી. બાદમાં લાશને પીએમ માટે માળીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવમાં તંત્રએ સમયસર મદદ ન કરીને માનવતા વિહોણો અભિગમ દર્શાવતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text