મોરબી : રહેણાંક મકાનમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત સાત શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે ગતરાત્રે સામાકાંઠે આવેલ વિસ્તારના રહેણાંક મકાનમાં એક મહિલા જુગરનો અખાડો ચલાવતી હોવાની બાતમીના આધારે ત્યાં જુગારની રેડ કરીને જુગાર રમતા ત્રણ મહિલા સહિત સાત શખ્સોને રૂ.84400ની રોકડ રકમ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ બી ડિવિઝન પોલીસ સ્ટાફ ગતરાત્રે નાઈટ પેટ્રોલીગ કરી રહ્યો હતો. તે સમયે બી ડિવિઝન પોલીસ સ્ટાફના પરેશભાઈ પરમાર અને વનરાજભાઈ ચાવડાને બાતમી મળી હતી કે, નીલકંઠ સોસાયટીમાં રહેતી મહિલા પોતાના રહેણાંક મકાનમાં જુગરનો અખાડો ચલાવે છે એ બાતમી મળતા જ બી ડિવિઝન પોલીસ સ્ટાફે ત્યાં જુગારની રેડ કરી હતી. પોલીસે ત્યાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ધનીબેન ભીમાભાઈ હેરખા, સોનલબેન ઉર્ફે સોના નવીનભાઈ ગુર્જર, ચેતનાબેન નવીનભાઈ ગુર્જર, રિયાઝખાન હુશેનખાન સિપાઈ, ફૈયાઝભાઈ યાકુબભાઈ ભટ્ટી, સંજયભાઈ હીરાભાઈ સૉમૈયા, જાકિરભાઈ દાઉદભાઈ ચૌહાણને રૂ.84400 ની રોકડ રકમ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ જુગારની રેડની કામગીરીમાં બી ડિવિઝન પીએસઆઇ બી. યુ. સોઢા તથા સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા, ભાનુભાઈ બાલાસરા, અર્જુનસિંહ ઝાલા, મુકેશભાઈ ઝીલરીયા સહિતના જોડાયા હતા.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text