લાતીપ્લોટ -7 હજુ બેટમાં ફેરવાયેલો હોવાથી ઉધોગ-ધંધા પર માઠી અસર

- text


વરસાદી પાણીથી લાતીપ્લોટ તરબતર થતા ઉધોગકારોને અવરજવર કરવા માટે નૌકા વિહાર કરવો પડે તેવી કપરી સ્થિતિ

મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં વરસાદની પગલે નર્કથી બદતર હાલત થઈ ગઈ છે. લાતી પ્લોટ શેરી નંબર 7 માં બેટમાં ફરવાયો હોય તેમ આખો વિસ્તાર પાણીમાં ગરકાવ છે. જેથી, ઉધોગધંધા પર માઠી અસર સર્જાઈ છે. જો કે લાતીપ્લોટ શેરી નંબર 7 માં વરસાદની પાણી નદીના વહેણની માફક ફરી વળ્યાં હોવાથી ઉધોગકારોને અવરજવર કરવા માટે રીતસર નૌકા વિહાર કરવો પડે એવી કપરી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે તંત્ર જાગશે કે કેમ? તે કહેવું મુશ્કેલ છે. મોરબી શહેરની આર્થીક કરોડરજ્જુ ગણતા લાતી પ્લોટ વિસ્તારની વર્ષોથી કપરી દુર્દશા છે. અહીંના નાના મોટા ઉધોગોકારોને તંત્રની ધોર ઉપેક્ષાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લાતીપ્લોટના ઉધોગકારોને સૌથી વધુ બદતર સ્થતીનો ચોમાસામાં સામનો કરવો પડે છે. વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી અને ઉપરથી આ વિસ્તાર ચારેકોરથી નીચાણમાં આવેલો હોય લાતીપ્લોટ વિસ્તારની ચોમાસામાં નર્કથી બદતર હાલત રહી છે. આ વખતે ચોમાસુ ભરપૂર રહ્યું છે.તેમાંય ભારે વરસાદ વારંવાર પડતો હોવાથી અહીંના ઉધોગકારોની બેહાલ સ્થિતિ થઈ જાય છે. જો કે આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ પડ્યો હોવાથી ઉધોગકારો પહેલાથી વરસાદી પાણી અને ગટરના પાણી ભરાવવાથી ભારે પરેશન હતા ત્યારે નવરાત્રી શરૂ થતાની સાથે મેધારાજાએ જે સ્ટાસટી બોલવી છે તે લાતીપ્લોટના ઉધોગકારો માટે ભારે અફતરૂપ બની ગઈ છે.તેમાંય લાતીપ્લોટ શેરી નંબર 7 હજુ પણ બેટમાં ફેરવાયેલી છે આખા વિસ્તારમાં નદીના વહેણની માફક પાણી ફરી વળ્યાં છે. પાણીનો નિકાલ ન હોય અને ગટર પણ ચોંકઅપ હોવાથી બેવડી મુશ્કેલી સર્જાઈ છે. ઉધોગધંધા પર માઠી અસર સર્જાઈ છે શેરીઓ અને ઉધોગો પાસે જ વરસાદી પાણી ભરાયેલા હોવાથી ઉધોગકારો માઠી દશા થઈ ગઈ છે. આથી, તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી ઉધોગકારોએ માંગ કરી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text