કોઝવેના ધસમસતા પાણીમાં છકડો રીક્ષા ફસાઈ, બે વ્યક્તિને ગ્રામજનોએ બચાવ્યા : જુઓ વિડિઓ

- text


ગ્રામજનોએ તાકીદે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ બન્નેને બચાવી લીધા

માળીયા : માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે કોઝવેમાં વરસાદને કારણે ધસમસતા પાણીના વહેંણમાં એક છકડો રીક્ષા ફસાઈ હતી.આ પાણીમાં છકડો રિક્ષામાં રહેલા બે વ્યક્તિઓ ફસાય ગયા બાદ ગ્રામજનોએ દોડી એવીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને એક પછી એક એમ બન્ને વ્યક્તિઓને બચાવી લીધા હતા.

મોરબી જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ગ્રામ્ય પંથકમાં નદી નાલા અને કોઝવે પરથી પાણી જતા હોવાથી ત્યાંથી પસાર થવું જોખમી બની ગયું છે ત્યારે માળિયાના નાના દહીંસરા ગામે આજે પાણીના પ્રવાહમાં રીક્ષા સવાર બે વ્યક્તિ ફસાયા હતા.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયાના નાના દહીંસરા ગામના કોઝવે પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં છકડો રીક્ષા લઈને જતા બે વ્યક્તિઓ ફસાયા હતા અને પાણીનો પ્રવાહ વધુ હોવાથી છકડો રીક્ષા પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો જેની જાણ થતા ગ્રામજનો દોડી ગયા હતા અને ફસાયેલા બે વ્યક્તિઓને ઉગારી લેવા ગ્રામજનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.ગ્રામજનોએ પાણીમાં ફસાયેલા બન્ને વ્યક્તિઓને બચાવી લીધા હતા. જેથી લોકોએ રાહત લીધી હતી. જોકે બનાવ બાદ તંત્ર ન ડોકતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text