મોરબી શહેરના કામો માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ફાળવી 50 લાખની ગ્રાન્ટ

- text


મોરબી : રાજ્યના દરેક ધારાસભ્યોને પોતાના મતવિસ્તારના વિકાસ કાર્યો માટે રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે. ત્યારે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી શહેરની માળખાગત સુવિધાઓના સુધારા અર્થે પોતાને મળતી ગ્રાન્ટની રકમમાંથી 50 લાખ રૂપિયા મોરબી શહેર માટે ફાળવ્યા છે.

- text

પાછલા અઠવાડિયાઓમાં મોરબી શહેરમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે મોરબીના લગભગ તમામ રોડ-રસ્તાઓ બિસ્માર બન્યા છે. આ ઉપરાંત જૂની ગટરો ઉભરાવવી, કચરાના ગંજ ખડકાવવા જેવી વિવિધ પરિસ્થિતિઓનો મોરબીવાસીઓ સામનો કરી રહ્યા છે. વળી સિટી બસના ઉતારુઓ માટે પિક-અપ પોઇન્ટનો અભાવ, પેવર બ્લોક ફિટ કરાવવા જેવી કામગીરીને લઈને નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, ઉપપ્રમુખ એમણાબેન મોવર, ચીફ ઓફિસર સાગર રાદડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સહિત વિવિધ વિસ્તારોના કાઉન્સિલરોની એક તાકીદી ઔપચારિક બેઠક નગરપાલિકા કચેરીમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં મળી હતી. આ બેઠકમાં વિવિધ સમસ્યાઓનો ચિતાર મેળવી ધારાસભ્ય મેરજાએ મોરબીના સમતોલ વિકાસ અર્થે ધારાસભ્યને મળતી ગ્રાન્ટ માંથી 50 લાખ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી મોરબી શહેર માટે કરી હતી.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text