મોરબી : રિક્ષાની એંગલમાં દોરડું બાંધીને રીક્ષા ચાલકનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબી બાયપાસ ટોલનાકા પાસે રિક્ષાની એંગલમાં દોરડું બાંધીને રીક્ષા ચાલકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ આપઘાતના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સુમરા સોસાયટીમાં રહેતા અને રીક્ષા ડ્રાઈવિગનો વ્યવસાય કરતા રહીમભાઈ આદમભાઈ સુમરા ઉ.વ.40 નામના રીક્ષા ચાલકે ગઈકાલે મોરબી બાયપાસ ટોલનાકા પાસે પોતાની રિક્ષાના એંગલમાં દોરડું બાંધીને કોઈ કારણસોર ગળેફાંસો ખાઈ લીધો હતો. બાદમાં આ રીક્ષા ચાલકને હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. એ ડિવિઝન પોલીસે આ આપઘાતના બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text