હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઓછા ભાવો મળતા ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

- text


માત્ર બે દિવસમાં જ કપાસના ભાવમાં રૂ.200 થી રૂ.300નો ભાવ તૂટતાં રોષે ભરાયેલા ખેડૂતોએ હરરાજી બંધ કરાવી આક્રોશ ઠાલવ્યો

હળવદ : હળવદમાં આવેલ માર્કેટયાર્ડમાં ખેડૂતોને કપાસનો ભાવ ઓછો મળતા ખેડૂતો વિફર્યા હતા. રોષે ભરાયેલા ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી બંધ કરાવી દીધી હતી અને કપાસનો યોગ્ય ભાવ આપવા યાર્ડની ઓફિસ ખાતે રજૂઆત કરી હતી. માત્ર બે દિવસમાં જ રૂ.200 થી રૂ.300 નો કપાસના ભાવમાં તૂટતા ખેડૂતોમાં ઉકળી ઉઠ્યા હતા અને કાપર્સના ઓછા ભાવો મળવા મામલે રોષે ભરાયેલા ખેડૂતોએ આજે હળવદ માર્કેટયાર્ડમાં શરૂ થયેલી હરરાજી બંધ રખાવી જય જવાન જય કિસાન ના નારા લગાવીને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને કપાસનો યોગ્ય ભાવ આપવા માંગ કરી હતી.ખેડૂતોના જણાવ્યા પ્રમાણે હાલ કપાસિયા અને ખોળ નો ભાવ જે હતો એ છે એમાં ભાવ ઘટ્યો નથી તેવામાં આજે હળવદ માર્કેટ યાર્ડ માં બે દિવસ પહેલા જે કપાસ નો રૂ.1000 થી રૂ.1200 ના ભાવે વેચાયો હતો. તે આજે માત્ર રૂ.800 થી રૂ.1000 ના ભાવ બોલાય છે. જેથી કપાસનો યોગ્ય ભાવ મળી રહે તેવી ખેડૂતોએ માંગ કરી છે અને હાલ હરાજી બંધ કરાવી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ માર્કેટયાર્ડમાં રૂ.70 થી રૂ.80 હજાર માણસ કપાસની આવક સિઝનમાં નોંધાતી હોય છે હાલ કપાસની આવક ચાલુ થઇ છે ત્યારે જ ભાવને લઈ દેકારો બોલ્યો હતો.જોકે આ વખતે અતિવૃષ્ટિથી ખેતરોને ધોવાણ થઈ ગયા હતા અને ખેડૂતોને ભારે નુકશાની ભોગવવાનો વારો આવ્યો હતો .ગત વર્ષ માઠું અને આ વર્ષે અતિવૃષ્ટિથી ખેડૂતોને બેવડો માર પડ્યો છે.ત્યારે કપાસના ભાવો ઓછા મળતા ખેડૂતોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text