મોરબી જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રીઓ માટે અદ્યતન સુવિધા ધરાવતા સેવા કેમ્પનું આયોજન

- text


માળીયા (મી.) : મોરબી જિલ્લા પોલીસ અને માળીયા મીયાણાંના પી.એસ.આઈ. જે. ડી. ઝાલા સહિતની ટીમ દ્વારા સુરજબારી પુલ નજીક દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કર્યો છે. જેમાં પદયાત્રીઓ માટે રહેવા, નહાવા, જમવાની સુવિધાઓની સાથે સાથે તબીબી સારવાર મળી રહે તે માટેની ચોકસાઈથી સુવિધાઓ કરવામાં આવી છે. એટલું જ નહીં, માળીયા મિયાણા પી.એસ.આઈ. જે. ડી. ઝાલા દ્વારા પદયાત્રીઓને ચાલીને જતા સમયે અકસ્માતથી બચી શકે એ માટે ટ્રાફિક સિગ્નલ, રિફ્રેકટર પણ પદયાત્રીઓના સામાન પર પોલીસ દ્વારા લગાડવામાં આવ્યા છે તેમજ પોલીસ દ્વારા સતત રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ અને ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માળીયાથી સામખીયારી વચ્ચેનો રસ્તો થોડો નિર્જન અને મોટા વાહનોની સતત અવરજવર રહે છે. જેમાં ભૂતકાળમાં પૂર્વે અકસ્માત પણ સર્જાયાના દાખલાઓ છે ત્યારે આ વર્ષે પદયાત્રીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ માટે માળીયા મિયાણા પોલીસ સ્ટાફ સતત મોનિટરીગ કરી અને સેવા માટે અવિરતપણે સતેજ છે. જો કે માળીયા મિયાણા પોલીસ દ્વારા ઉભી કરવામાં આવેલ સુવિધાઓ મોરબીથી સાંમખીયારી વચ્ચેનો સૌથી અદ્યતન સુવિધાઓવાળો કલાસ વન સરકારી સેવા કેમ્પ છે. પદયાત્રીઓ દ્વારા પણ પોલીસની નિષ્ઠા અને સેવાભાવી પ્રકૃતિને સો સો સલામ કરી માળીયા અને મોરબી જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી છે.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text