મોરબીના વરમોરા ગ્રુપ દ્વારા વૃક્ષમોરા અભિયાન શરૂ કરાયું

- text


વરમોરા કંપનીના દેશભરના ડીલરો દ્વારા એક જ દિવસે સમગ દેશમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો : મોરબીમાં વરમોરા ફેક્ટરીની આજુબાજુ 721 જેટલા વૃક્ષોનું રોપણ કરાયું

મોરબી : તાજેતરમાં મોરબીના અગ્રણી વરમોરા ગ્રુપ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે વૃક્ષમોરા-વરમોરા અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં એકીસાથે 10 હજાર વૃક્ષ વાવવામાં આવ્યા હતા. રવિવારે મોરબીની વરમોરા કંપની દ્વારા વૃક્ષમોરા અભિયાન અંતર્ગત મોરબીમાં વરમોરા કંપની આસપાસ સહીત તથા દેશભરમાં આવેલી કંપનીની બ્રાન્ચના મેનેજીંગ ડાયરેક્ટર, માર્કેટિંગ ટીમ, ડીલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ તથા બિલ્ડર્સ એસોસિએશનના સહયોગથી આશરે 10,000 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી સ્થિત વરમોરા ગ્રુપની બ્રાન્ચ દ્વારા કંપનીની સાત ફેક્ટરીની આજુબાજુમાં આશરે 721 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ‘વૃક્ષમોરા-વરમોરા’ કાર્યક્રમ દ્વારા ‘પર્યાવરણનું જતન એ આપણી નૈતિક ફરજ છે.’ એવા સંદેશ સાથે વૃક્ષારોપણના ઉમદા કાર્યમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે તેવી જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text