નાની વાવડી અને બગથળા ગામ વચ્ચે રોડ પર ઓવરલોડ ટ્રક ફસાતા ટ્રાફિકજામ

- text


ટ્રાફિક જામને પગલે ભારે વાહનોનું પરિવહન ઠપ્પ : ગ્રામ્ય વિસ્તારની એસટી બસો ફસાતા મુસાફરો હેરાન

મોરબી : મોરબીના નાની વાવડી અને બગથળા ગામ વચ્ચેના રોડ પર આજે એક ઓવરલોડ ટ્રક ફસાઈ જતા ટ્રાફિકજામ સર્જાયો હતો.રોડની વચ્ચોવચ આ ટ્રક ફસાતા ભારે વાહનોની પરિવહન ઠપ્પ થઈ ગયું હતું.જેના પગલે ગ્રામ્ય રૂટની એસટી બસોના મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

- text

આ ટ્રાફિકજામના બનાવની સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના નાની વાવડી અને બગથળા ગામ વચ્ચે ઓવર લોડિંગ ટ્રક રોડ વચ્ચે ફસાઈ જતા રોડ બ્લોક થઈ ગયો હતો.રોડની વચ્ચોવચ ટ્રક ફસાઈ જતા માત્ર ફક્ત નાના વાહન ચાલી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે અને ભારે વાહનોની અવર જવર બંધ થઈ ગઈ છે. આ ઉપરાંત ઓવર લોડિંગ ટ્રક રોડ વચ્ચે ફસાય જતા ગ્રામ્ય વિસ્તારના એસટી રૂટ કેન્સલ થવાના કારણે અનેક મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.જેમાં મોરબી કુંતાસી,અંબાલા, માણેકવાળા સહિતના અનેક એસ. ટી રૂટ કેન્સલ કરાઈ હોવાનું જાણવા મળે છે.

- text