ટીંબડીના પાટિયા પાસે ઉદાસીન આશ્રમમાં ચોરી કરનાર ત્રણ શખ્સો ઝડપાયા

- text


સાત માસ પહેલા આશ્રમમાં થયેલી રૂ.1.55 લાખની ચોરીનો ભેદ મોરબી તાલુકા પોલીસે ઉકેલી નાખ્યો : ત્રણ આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર લઈ બાકીના બે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના ટિબડી ગામના પાટિયા પાસે આવેલ ઉદાસીન આશ્રમમાં સાત માસ અગાઉ થેયલી રૂ.1.55 લાખના મુદામાલની ચોરીનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી નાખ્યો હતો.જેમાં આશ્રમમાં ચોરી કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.તેમજ આ ત્રણેય આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર લઈને બાકીના બે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરો છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ટિબડી ગામના પાટિયા પાસે આવેલ ઉદાસીન આશ્રમમાં ગત તા. 19 જાન્યુઆરીના રોજ તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ આ આશ્રમમાંથી કબાટ બહાર લઈ જઈ તેમાં રાખેલ વીડિયો કેમેરા, લેપટોપ, રૂ.1.35 લાખ રોકડા મળીને કુલ રૂ.1.55 લાખના મુદામાલની ચોરી કરી ગયા હતા.જે તે સમયે આ ચોરીના બનાવની ફરિયાદ નોંધાયા બાદ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.દરમિયાન જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા ઉદાસીન આશ્રમમાં થયેલી ચોરીના બનાવનો ભેદ ઉકેલવાની સૂચના આપતા મોરબી તાલુકા પોલીસ સ્ટાફ નગીનદાસ નિમાવત,દિનેશભાઇ બાવળીયા,રમેશભાઈ મુધવા, અમિતભાઇ વાસદડીયા, ભરતદાન, ચંદ્રસિંહ પઢીયાર, હિતેશભાઈ ચાવડા, કીર્તિસિંહ જાડેજા, અશોકભાઈ ખાભરા સહિતના જેતપર રોડ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા.તે સમયે બાઇક પર નીકળેલા દેવરાજભાઈ જુગાભાઈ દેગામા, શેખરભાઈ ચંદુભાઈ નગવાડિયા, રફીકભાઈ અકબરભાઈ પારેડીને ચોરીના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.બાદમાં પોલીસે આ ત્રણેય આરોપીઓને પૂછપરછ કરતા સલેમાન અને દિલીપ નામના બે શખ્સો સાથે મળીને આશ્રમમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી છે.આથી પોલીસે ત્રણ આરોપીઓના કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મંજુર કરાવી બાકીના બે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text