મોરબી : સરદાર પટેલની પ્રતિમાથી બાપા સીતારામ ચોક સુધીના માર્ગનું સ્વચ્છતા રોડ તરીકે નામકરણ

- text


પહેલી વખત કોઈ રોડને સ્વચ્છતા રોડ નામ અપાયું : સ્વચ્છતા અભિયાન સમિતિએ આજે રવિવારે સફાઈ અભિયાન હાથ ધરીને સ્વચ્છતા રોડના નામકરણ અંગે પાલિકા તંત્ર અને કલેકટરને દરખાસ્ત કરશે

મોરબી : મોરબીમાં આજે રવિવારે સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા નવા બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું. જ્યારે નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમાથી રવાપર રોડ પરના બાપા સીતારામ ચોક સુધીના માર્ગનું સ્વચ્છતા રોડ નામકરણ કરવાનો નિર્ણય લેવાયો હતો અને આ સ્વચ્છતા રોડના વિધિવત નામકરણ અંગે સ્વચ્છતા અભિયાન સમિતિ પાલિકા તંત્ર અને કલેકટર સમક્ષ દરખાસ્ત કરશે. જ્યારે કદાચ સમગ્ર દેશમાં કોઈ રોડને સ્વચ્છતા રોડ તરીકે નામ આપવાની આ પહેલી ઘટના છે.

મોરબીમાં સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા આજે રવિવારે નવા બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા અભિયાન સમિતિના તમામ સભ્યોએ નવા બસ સ્ટેન્ડ આસપાસ સઘન સફાઈ કરી હતી. તેમજ સરદાર પટેલની પ્રતિમાથી બાપા સીતારામ ચોક સુધીના રોડને સ્વચ્છતા રોડ તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું એ અંગે સ્વચ્છતા અભિયાન સમિતિએ જણાવ્યું હતું કે, મોરબી નવા બસ્ટેન્ડની સામે લોખંડી પુરૂષ એવા સરદાર પટેલની પ્રતિમા પાસે પસાર થતો અને છે ક બાપા સીતારામ ચોક સુધી જતો રોડ જ્યાં રોજબરોજના 50000 જેટલા લોકોની અવરજવર છે અને 10000 થી વધુ લોકો આજુ બાજુમાં રહે છે. છતાં આ રોડનું કોઈ નામ નથી. ત્યારે આજુ બાજુમાં રહેતા લોકો તથા દુકાનદારોના અભિપ્રાય અને માંગણી ને ધ્યાનમાં લીધાં બાદ મોરબી સ્વચ્છતા અભિયાન સમિતીએ સ્વચ્છતાના આગ્રહી એવા આપણા ગુજરાતના લોક લાડીલા એવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ આવતો હોય ત્યારે વડાપ્રધાન કરેલું લોક આહવાન મુજબ સેવા સપ્તાહ ઉજવવાનું આયોજનના સંદર્ભે આ રોડનું નામ સ્વચ્છતા રોડ હોવું જોઈએ તેમ જાણાવીને સ્વચ્છતા રોડ નામ રાખીને મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર અને મોરબી જિલ્લા કલેકટર સમક્ષ દરખાસ્ત કરાશે તેમ જણાવ્યું હતું.

આમ કદાચ પ્રથમ વખત કોઈ રોડને સ્વચ્છતા રોડ તરીકે નામ આપવામાં આવ્યું છે.

- text

- text