મોરબી-માળીયાના 14 રસ્તાઓનું 15 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે

- text


ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પ્રયાસો ફળ્યા

મોરબી : પાછલા 1.5 વર્ષથી મોરબી-માળીયા મી.ના ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા વિવિધ તબક્કે રાજ્ય સરકારમાં કરેલી રજૂઆતના પગલે મોરબી તથા માળીયા મી.ના 14 રોડ-રસ્તાઓ રીપેર કરવા 15 કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પડતા વર્ષો જૂનો રસ્તાઓની મરમ્તનો પ્રશ્ન આખરે હલ થયો છે.

માળીયા (મી.) તાલુકાના નાનભેલા-તરઘરી વચ્ચે આઝાદી બાદ પ્રથમ વખત જ 4 કિલોમીટરનું અંતર ધરાવતા ગાડા માર્ગને ડામર રોડ બનાવવા રસ્તો મંજુર કરાવી ટેન્ડર બહાર પાડવા સુધીની પ્રક્રિયા પુરી કરાવી છે. આ ઉપરાંત ચાચાવદરડામાંથી નવા વસવાટ પામેલા નિરુબેનનગરને રાજ્ય ધોરીમાર્ગ સાથે જોડતો એપ્રોચ રોડ મંજુર કરાવી તેના ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે.

- text

આ સિવાય નવલખી બંદર તરફ જતા રાજ્ય ધોરીમાર્ગથી વર્ષામેડીનો 3 કિલોમીટરનો રસ્તો 80 લાખના ખર્ચે રિ-સરફેસ કરવાના કામ, મોરબી તાલુકાના એસ.આર. ટુ સોખડા એપ્રોચ રોડ, એસ.આર. ટુ ગૂંગણ એપ્રોચ રોડ , એસ.આર. ટુ અમરનગર એપ્રોચ રોડ, એસ.આર. ટુ બેલા-તળાવીયા શનાળા રોડ, મોટા દહીંસરા-વવાણીયા રોડ, મોટા ભેલા-ભાવપર રોડ, હરિપર (કે.)થી ગાળા રોડ, એસ.આર. ટુ સ્ટેટ હાઇવેથી રોહિશાળા એપ્રોચ રોડ અને નેશનલ હાઇવેથી ફતેપર એપ્રોચ રોડ, ઝીકિયારીથી ગોકુળીયા તરફ જતો નોન પ્લાનનો રોડ સહિતના કામો માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. ટેન્ડર બહાર પડતા જ હવે ઉપરોક્ત રોડ-રસ્તાની કામગીરી હાથ ધરાશે. આ કામોને લઈને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સંબંધિત ઇજનેરોને તાકીદ કરી છે કે નિયત કરેલા નીતિ-નિયમો મુજબ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું કામ કરાવવા ઇજનેરો ખાસ ધ્યાન આપે. આમ ઉપરોક્ત 14 રસ્તાઓનો લાભ દિવાળી પહેલા જ લોકોને મળી રહે તેવા ઉજળા સંજોગો સર્જાયા છે.

- text