મોરબીમાં વરસાદમાં ધોવાયેલા 16 માર્ગોનું રૂ.3.66 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે

- text


પાલિકા તંત્ર દ્વારા રોડના કામો માટે મંજૂરી પ્રક્રિયા હાથ ધરાઈ : વહીવટી મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં રોડના કામો હાથ ધરાશે : પાલિકા પ્રમુખ

મોરબી : મોરબીમાં ભારે વરસાદમાં તમામ માર્ગો ભાંગરમાં ફેરવાયા છે.શહેરના ઘણા રોડની હાલત એવી નાજુક છે કે એ રોડ પરથી પસાર થવું એટલે અકસ્માતને આમંત્રણ આપવા બરોબર છે. ત્યારે મોરબી પાલિકા તંત્રએ આ માગોની યાદી તૈયાર કરીને કુલ 16 માર્ગોનું રૂ.3.66 કરોડના ખર્ચે નવીનીકરણ કરણ કરવા મજુરી પ્રક્રિયા હાથ ધરી છે. અને આ રોડના કામો માટે વહીવટી મજુરી મળ્યા બાદ ટૂંક સમયમાં રોડના કામો હાથ ધરવામાં આવશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.

મોરબીમાં ભારે વરસાદમાં તમામ રોડની હાલત બદતર થઈ ગઈ છે. અગાઉ ભારે વરસાદ પડ્યા બાદ પણ કટકે કટકે વરસાદ પડતો હોવાથી તમામ માર્ગોનું ધોવાણ થઈ ગયું છે. ઘણા માર્ગોની હાલત એવી છે કે તે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે તેવી દયનિય હાલત થઈ ગઈ છે. રોડ પર ખાડા ટેકરા થઈ જવાથી વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. ઘણા સમયથી રોડના રિપેરીગની ઉઠતી માગને ધ્યાને લઈને પાલિકા તંત્રએ અંતે રોડના કામો માટેની મંજુરી પ્રક્રિયા હાથ ધરી છે. શહેરના 16 જેટલા માર્ગોનું રૂ.36.65 લાખના ખર્ચે નવીનીકરણ કરવા માટે મંજૂરીની કવાયત હાથ ઉપર લીધી છે.

- text

પાલિકા તંત્રના જણાવ્યા મુજબ આસ્વાદ પાનથી સુપર ટોકીઝ સુધીના આર.સી.સી.રોડ, નગરપાલિકા કચેરીથી સોરાષ્ટ્ હર ડ્રેસર સુધીનો ડામર રોડ, નાગરિક બેંકથી રામચોક સુધીનો ડામર રોડ, એવન્યુ પાર્કથી નગરપાલિકા કચેરી સુધીનો ડામર રોડ, સુપર ટોકીઝથી ત્રિકોણબાગ સુધીનો ડામર રોડ, શ્રદ્ધાપાર્કથી કંડલા બાયપાસ સુધીનો ડામર રોડ પાર્ટ 1 અને 2, ત્રિકોણબાગથી કલેકટરના બાંગ્લા સુધીનો ડામર રોડ, કલેકટરના બાંગ્લાથી સુપર ટોકીઝ સુધીનો ડામર રોડ, વસંત પ્લોટ ચોકથી જેલ રોડ સુધીનો ડામર રોડ, નવા ડેલા મેઈન રોડ, સી. સી. રોડ, આસ્વાદ પાનથી માધાપર ગેટ સુધી સી.સી રોડ, શક્તિ પ્લોટ મેઈન રોડ સી.સી.રોડ, વૃદાવન સોસાયટીથી સી. સી.રોડ, એવન્યુ પાર્કથી રવાપર રોડ, ગાંધીચોક સુધી ડામર રોડ, સરદાર બાગથી શક્તિ પ્લોટ મેઈન રોડ અને વસંત પ્લોટ કોર્નર સુધી ડામર રોડના કામો રૂ.3.66 કરોડના ખર્ચે હાથ ધરાશે. જ્યારે આ અંગે મોરબી પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું હતું કે આ રોડના કામો માટેની મજુરી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે વહીવટી મંજૂરીના વાંકે જ કામ બાકી છે. વહીવટી મંજૂરીઆવતા જ અંદાજીત નવરાત્રીના સમયગાળામાં જ રોડના કામો શરૂ કરી દેવાશે.

- text