મોરબીમાં પાણીના નિકાલો પરના દબાણો દૂર ન કરાઈ તો કોર્ટના દ્વાર ખટખટાવવાની ચીમકી

- text


આમ આદમી પાર્ટીએ કલેકટર આવેદનપત્ર પાઠવ્યું

મોરબી : મોરબી શહેરમાં ભૂગર્ભ ગટર ઉભવવાની સમસ્યા રોજિંદી બની ગઈ છે. ઠેરઠેર ગટરની ગંદકી ઓવરફ્લો થતા આમ જનતા ભારે પરેશાન છે. ત્યારે મોરબી શહેરની પ્રજાના હિતમાં લડત ચલાવતી આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદન પાઠવીને આ ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પાણીના નિકાલ માટેના અવરોધરૂપ રજવાડાના સમયની દબાણો અને બાંધકામો દૂર કરવાની માંગ કરી છે. મોરબી શહેરમા કારોડોના ખર્ચે નવી ભૂગર્ભ લાઇન નાખવામાં આવી છતાં લોકોને ગટરની સમસ્યામાંથી મુક્તિ મળી નથી. ભૂગર્ભ ગટરો ઉભરાવવાની સમસ્યા રોજિંદી બની ગઈ છે. આ સમસ્યાનું મુખ્ય કારણ ભૂગર્ભ ગટરના નિકાલો પર ગેરકાયદેસર બાંધકામો અને દબાણો છે. જેના માટે રાજકીય નેતાઓ જવાબદાર હોવાનું જણાવીને આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું અને જુના રાજાશાહી વખતના તમામ નિકાલો પર ગેરકાયદેસર બાંધકામો અને દબાણો કરવામાં આવ્યા છે. જેને નેતાઓ દ્વારા થોડા મતો અને ચૂંટણી વખતે મળતા આર્થિક સહયોગને કારણે છાવરી મોરબીને નર્ક બનાવી નાખ્યું હોવાના આક્ષેપો કર્યા હતા. જેથી, પ્રજાહિત માટે તાત્કાલિક ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવા માર્ગ કરી છે. અન્યથા પ્રજાહિત માટે જાહેર હિતની જોગવાય મુજબ નામદાર કોર્ટનો સહારો લેવાની ફરજ પડશે તેવું આમ આદમી પાર્ટી પ્રમુખે જણાવ્યું છે.

- text