મોરબીના રાજપરમા 104 વર્ષના મણીબેન સનારીયાનું નિધન

મણીબેનની તંદુરસ્તી યુવાનોને પણ શરમાવે તેવી હતી

મોરબી : મોરબીના રાજપર ગામના 104 વર્ષના તંદુરસ્ત મણીબેન સનારીયાનું નિધન થયુ છે. તેઓનું સ્વાસ્થય યુવાનો પણ શરમાવે તેવું હતું. તેમના જીવને ઘણા લોકોમા તંદુરસ્ત રહેવાની પ્રેરણા જગાવી હતી.

મોરબીના રાજપર ગામે રહેતા બચુભાઈ ભુરાભાઇ સનારીયાના માતૃશ્રી મણીબેન ભુરાભાઇ સનારીયાનું અવસાન થયેલ છે. તેઓ 104 વર્ષની ઉંમરે પણ તંદુરસ્ત શરીર ધરાવતા હતા. 104 વર્ષની ઉંમરે પણ મણીબેનને કોઈ પણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. તેઓ જાતે જ પોતાનું કામ પોતે કરતા હતા. હાલના સમયમાં 60 વર્ષે જ શરીર સાવ નબળું પડી જાય અને કોઈને કોઈ બીમારી જોવા મળતી હોય છે પણ મણીબેન 104 વર્ષે પણ તંદુરસ્ત શરીર ધરાવતા હતા. તેઓનું ગઈકાલે તા. 19ના રોજ અવસાન થયું છે. તેઓનું સ્વસ્થતાભર્યું જીવન હંમેશા સૌ કોઈ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યું હતું.