મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક કચરાનું એકત્રિકરણ કરાયું

- text


મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં વહિવટી તંત્ર અને રાજકીય અગ્રણીઓ દ્વારા પ્લાસ્ટિકના કચરાનું એકત્રિકરણ કરી લોકજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.મોરબી જિલ્લા કક્ષાના નમામિ દેવી નર્મદે મહોત્સવના મુખ્ય મહેમાન ગુજરાત સ્ટેટ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશનના ચેરમેન મેઘજીભાઇ કણજારીયાની ખાસ ઉપસ્થિતિમાં પ્લાસ્ટિકના કચરાને એકત્રિત કરવાનો પ્રારંભ કર્યો હતો.

પ્લાસ્ટિક કચરાના એકત્રિકરણ અભિયાનમાં જિલ્લા વહિવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.પ્લાસ્ટિક સ્વચ્છતા અને પર્યાવરણમાં અવરોધક છે અને તેનો નિકાલ જરૂરી છે ત્યારે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નમામિ દેવી નર્મદે મહોત્સવના પ્રારંભે ઉપસ્થિત અગ્રણીઓ અને જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓએ ડેમ સાઇટ પર પ્લાસ્ટિકની થેલી, રેપર, ઝબલા, ખાલી બોટલ સહિત અન્ય પ્લાસ્ટિકના કચરાને એકત્ર કરવામાં આવ્યો હતો.

- text

ગુજરાત સ્ટેટ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશનના ચેરમેન મેઘજીભાઇ કણજારીયાએ આ તકે પ્લાસ્ટિકની થેલી ઉપયોગ ન કરવા, કપડાંની થેલી વાપરવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ નદી-નાળાં, જળાશયો, મુખ્યમાર્ગો અને ધાર્મિક સ્થળોએથી પ્લાસ્ટિકનો કચરો અને ગંદકી દૂર કરવા પર્યાવરણ અને સ્વચ્છતા જાગૃતિ આવે તેવા પ્રયાસો હાથ ધરવા પણ અપીલ કરી હતી.

મચ્છુ-2 ડેમ સાઇટ પર પ્લાસ્ટિકનો કચરો એકત્રિકરણ લોકજાગૃતિ અભિયાનમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, અધિક નિવાસ કલેક્ટર કેતન પી. જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, મામલતદાર ડી.જે. જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી હિરેન પારેખ, જિલ્લા શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સાગર રાડિયા સહિત તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.

- text