મોરબીના સામાકાંઠે BRC ભવન પાસે ગંદકીના ગંજથી નિર્માણ પામ્યું મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર!!

- text


મોરબી : મોરબીના સમાકાંઠે BRC ગંદકીના ગંજ જામતા જાણે મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. હાલ અહીંના સ્થાનિકોના આરોગ્ય પણ જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલીક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

- text

મોરબીના સામાકાંઠે આવેલા BRC ભવન પાસે વરસાદ વગર પણ પાણીથી એકદમ લોતપોત રોડ હોય છે. આ સાથે ત્યાં જાણે ઉકરડો હોય તેમ પ્લાસ્ટિકનો કચરો એકઠો થયેલ છે. શું આ મચ્છર ઘર છે? કે મચ્છર ઉપદ્રવ કેન્દ્ર તે સમજાતું નથી. તેવો સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે. આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય માટે કોણ જવાબદાર કોણ તેવો પણ સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે.

- text