મોરબીના જુના સાદુળકા ગામે મહિલાનો ઝેરી દવા પીને આપઘાત

મોરબી : મોરબીના જુના સાદુળકા ગામે મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મોરબી તાલુકા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર જુના સાદુળકા ગામે સિમ વિસ્તારમાં રહેતા કમલીબેન ભોળાભાઈ ડાવરએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે આ મામલે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.