મોરબીના ઉમિયાચોકમાં કારનો કાચ તોડીને રૂ. 2.60 લાખની રોકડની ઉઠાંતરી

- text


બે અજાણ્યા શખ્સો બાઇકમા આવીને કળા કરી ગયા : ઘટના સીસીટીવીમાં કેદ

મોરબી : મોરબીના સતત ધમધમતા ઉમિયા ચોક વિસ્તારમાં સાંજના અરસામાં કારનો કાચ તોડીને બે શખ્સોએ રૂ. 2.60 લાખની રોકડની ઉઠાંતરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય તેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વેપારી ભૂમિતભાઈ જગજીવનભાઈ રૈયાણી ઉ.વ.24 રહે. કેનાલ રોડ, મયુર પાર્ક સોસાયટી, નિધિ પેલેસ , મોરબીવાળાએ ઉમિયા સર્કલ પાસે કૈલાશ પાનની દુકાનની બાજુમાં પોતાની વરના કાર નંબર GJ 3 FK 6000 પાર્ક કરી હતી. ત્યારે સાંજના 6:30 કલાકના અરસામાં કારનો પાછળનો કાચ તોડીને અજાણ્યા શખ્સોએ રૂ. 2.60 લાખની રોકડ ઉઠાવી લીધી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં બે બાઇક સવાર આવીને આ ચોરીના ગુનાને અંજામ આપતા દેખાઈ આવે છે.

- text

આ બનાવ અંગે કારના માલિક ભૂમિતભાઈ જગજીવનભાઈ રૈયાણીએ એ ડિવિઝન પોલીસમા ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે અજન્ય શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજના આધારે આગળની તપાસ ચલાવી છે.

- text