વાવડીરોડ ઉપરનો ગણેશોત્સવ બન્યો સામાજિક સમરસતાનું પ્રતીક

- text


મોરબી : મોરબીના વાવડીરોડ પર આવેલ શિવમપાર્ક સોસાયટીમાં શિવમપાર્ક કા રાજા નામે ગણેશોત્સવ ઉજવાય રહ્યો છે. આ ગણેશમહોત્સવ ઊંચ નીચના ભેદભાવ સને સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પડી રહ્યો છે.

- text

વાવડીરોડ ઉપરના શિવમપાર્ક કા રાજા ગણેશમહોત્સવમાં પાટીદાર, આહીર, સુથાર, લુહાર, ક્ષત્રિય,દલિત, સાધુ વગેરે તમામ જ્ઞાતિજનો હર્ષભેર ભાગ લે છે અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જેમાં દરેક જ્ઞાતિ-જાતિના લોકો કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર ઉત્સાહભેર જોડાય છે. તેમજ ખભે-ખભા મિલાવીને ગણપતિ પંડાલનું સઘળું કાર્ય પુરા સમર્પણભાવથી કરે છે.ગણેશોત્સવમાં દરરોજ રાસગરબાની સાથે ગણેશજીને છપ્પનભોગ, સમૂહ ભોજન જેવા વિશેષ કાર્યક્રમ યોજાય છે. ત્યારે જો દરેક પંડાલમાં આ રીતે ઉત્સવો ઉજવાય તો ખરેખર સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળે.

- text