હળવદ : વાડીમાં જુગાર રમતા 3 ઝડપાયા, ચાર ફરાર

- text


હળવદ : શ્રાવણ માસ વીતી જવા છતાં હજુ કેટલાક લોકોમાં જુગાર રમવાનો શોખ ઉતર્યો ન હોય તેમ છાનેખૂણે જુગાર રમાઈ રહ્યો છે. તેથી પોલીસે પણ જુગારની બદી નાબૂદ કરવા કકડ કાર્યવાહી જારી રાખી છે. જેમાં હળવદ તાલુકાના રણમલપુર ગામે વાડીમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.જ્યારે રેડ દરમ્યાન ચાર શખ્સો નાસી છૂટ્યા હતા.આ જુગારની રેડની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટાફે હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલ વાડીની ઓરડીમાં ચાલતા જુગાર ધામ પર રેડ કરી હતી.પોલીસની રેડને પગલે જુગાર રમતા શખ્સોમાં ભગાભાગી કરી મૂકી હતી.પોલીસે આ સ્થળેથી જુગાર રમતા જયતિભાઈ ત્રિભીવનભાઈ રાઠોડ, મનસુખભાઇ અરજણભાઈ પારેજીયા, અરવિંદભાઈ ટપુભાઈ વરમોરાને રૂ.15200ની રોકડ રકમ તથા બે મોબાઈલ ફોન તથા બે મોટર સાયકલ સહિત કુલ રૂ.68700ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે ઈશ્વરભાઈ જાદુભાઈ કોળી, મુન્નાભાઈ ઈશ્વરભાઈ કોળી,દિનેશભાઇ મનજીભાઈ થડોદા અને દિલીપભાઈ ભીમાભાઈ રબારી જુગારની રેડ દરમ્યાન નાસી છુંટતા પોલીસે તમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text