મોરબી જિલ્લામાં બુધવાર સાંજના 6 થી ગુરુવાર સવારના 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

- text


મોરબીમાં વધુ એક ઇંચ, માળિયામાં પણ એક ઇંચ જયારે ટંકારામાં વધુ પોણો ઇંચ તેમજ હળવદમાં અડધો ઇંચ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદના શરુ થયેલા બીજા રાઉન્ડમાં મેઘરાજાએ કૃપા વરસવાનું શરુ કર્યું છે. જેમાં બુધવાર સાંજના 6 થી ગુરુવાર સવારના 6 વાગ્યા સુધીમાં મોરબીમાં વધુ એક ઇંચ, માળિયામાં પણ એક ઇંચ જયારે ટંકારામાં વધુ પોણો ઇંચ તેમજ હળવદમાં અડધો ઇંચ નોંધાયો છે જયારે વાંકાનેરમાં વરસાદી ઝાપટા પડ્યા છે.

મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે જો છેલ્લા 24 કલાકમાં (બુધવાર સવારના 6 થી ગુરુવાર સવારના 6 વાગ્યા સુઘી) પડેલા વરસાદના આંકડા પર નજર નાખીએ તો સરકારી તંત્રના જણાવ્યા મુજબ મોરબીમાં 52 mm, ટંકારામાં 43 mm, માળિયામાં 22 mm, હળવદમાં 13 જ્યારેઅને વાંકાનેરમાં 05 mm વરસાદ નોંધાયો છે. જયારે અમારા ટંકારાના પ્રતિનિધિ જયેશ ભટ્ટસાણાના જણાવ્યા મુજબ ટંકારામા આખા દિવસ દરમિયાન 43 mm વરસાદ નોંધાયો છે પરંતુ ઉગમણી સિમથી હડમતીયા, ટોળ, અમરાપર ગામોમા 4 ઈચ સુધીનો વરસાદ એક કલાકમા ખાબકી જતા પાણી ઘરોમાં ઘુસી ગયા હતા. ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં મેધરાજા અનરાધાર વરસી જતાં નદી નાળા બે કાઠે વહી રહા છે. તો ખેતરો મા વહેણ શરૂ થઈ ગયુ છે છે 15 દિવસ સુધી અવિરત રહેશે.

- text

- text