હળવદ : વીડિયો વાયરલ કરવાની ના પાડતા યુવાને ધમકી આપી

હળવદ : હળવદના સુખપર ગામે રહેતા યુવાને પોતાની કોઈ બાબતનો વીડિયો વાયરલ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા એક શખ્સે તેને ફોનમાં ગાળો આપી માર મારવાની ધમકી આપી હતી. યુવાને આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકા સુખપર (દેવપુર) ગામે રહેતા મુન્નાભાઈ કાળુભાઇ દેકાવડીયા નામના યુવાને સહદેવભાઈ પંચાણભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીએ આરોપીને કોઈ બાબતો વડીયો વાયરલ નહિ કરવા કહ્યું હતું. આ બાબતનો ખાર રાખીને ઉશ્કેરાયેલા આરોપીએ પોતાના ફોન ઉપર ફરિયાદીને ગાળો આપી માર મારવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.