નંદ ઘેર આનંદ ભયો : જન્માષ્ટમીના પર્વે સમગ્ર મોરબી પંથક રંગાયું શ્રી કૃષ્ણ ભક્તિના રંગમાં

- text


ઠેર ઠેર જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રા, મટકી ફોડ સહિતના ધાર્મિક કાર્યક્રમો : લોકોએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મના ભાવભેર વધામણા કર્યા

મોરબી : સમગ્ર મોરબી પંથક જન્માષ્ટમીના પાવન પર્વે ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદ સાથે શ્રી કૃષ્ણના રંગે રંગાયું હતું. મોરબી શહેર તથા ગામે ગામે ઠેર ઠેર શોભાયાત્રા, મટકી ફોડ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજીને લોકોએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મના ભાવભેર વધામણા કર્યા હતા.


અણિયારી

મોરબી તાલુકાના અણિયારી ગામે જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ક્રેન ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ બિરાજીને મટકી ફોડી હતી. આમ અહીં અનોખી રીતે મટકી ફોડીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.


રાજનગર

રાજનગર ગામે રાજનગર યુવા ગ્રૂપ દ્વારા જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક બાળકો ભગવાન શ્રી કૃષ્ણનો વેશ ધારણ કરીને બુલેટ પર સવાર થયા હતા. આ સાથે અબીલ ગુલાલની છોડો ઉડાડીને લોકોએ શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવ્યો હતો.


પરશુરામ યુવા ગ્રૂપ

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી નિમિતે વિવિધ ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા હતા.જેની મુલાકાત મોરબી એ – ડિવિઝન પી. આઇ. ચૌધરી તથા મોરબી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરાએ લીધી હતી. આ સાથે મોટી સંખ્યામાં ભાવિકોએ પણ દર્શનનો લાભ લીધો હતો.

- text


નારણકા

મોરબીના નારણકા ગામે નારણકા યુવા ગુપ્ર દ્વારા શ્રીકૃષ્ણન જન્મદિવસ નિમિત્તે રંગબેરંગી ધજકા પતાકા સહિતનો સણગાર કરી ભગવાનશ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જે ગામના મુખ્ય માર્ગો પર ફરી મટકી ફોડ તથા રાસ-ગરબા યોજી જન્માષ્ટમી નંદલાલાના જન્મોત્સવની હર્ષભેર વધામણા કરાયા હતા.


સ્વામિનારાયણ મંદિર

સ્વામિનારાયણ મંદિર સરદાર બાગ ખાતે ભવ્ય ક્રુષ્ણ જન્મોત્સવનું આયોજન કરાયુ હતું. આ આયોજનમાં મોરબીની જનતાએ મોટી સંખ્યામા પધારીને ધર્મલાભ લીધો હતો. જન્માષ્ટમી નિમિતે મંદિરને શણગારવામાં આવ્યું હતું. આ તકે મટકીફોડ કાર્યક્રમ પણ યોજાયો હતો.


રાધાકૃષ્ણ મંદિર – પરસોત્તમ ચોક

પરસોતમ ચોક ખાતે આવેલા 40 વર્ષ જુના રાધાકૃષ્ણ મંદિરે જન્માષ્ટમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કૃષ્ણ પૂજા, હિંડોળા દર્શન, મટકીફોડ, 56 ભોગ દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં ભાવિકોએ અહીં ધર્મલાભ લઈને ધન્યતા અનુભવી હતી.


 

- text