મોટી બરાર ગામે દવાવાળું પાણી પી જતા મહિલાનું મોત

માળીયા : માળીયા તાલુકાના મોટી બરાર ગામે મહિલાએ દવાવાળું પાણી પી જતા તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાના મોટી બરાર ગામે રહેતી વિજુબેન ભગવાનજી ભાઈ આદિવાસી ઉ.વ.45 નામની મહિલા પોતના ઘરે ગતતા.21ના રોજ દવાવાળું પાણી પી જતા તેમને ઝેરી અસર થવાથી પ્રથમ સરવડ ખાતે બાદમાં વધુ સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન મહિલાનું મોત નીપજ્યું હતું. આજે આ બનાવના કાગળિયા મોરબીની સિવિલ હોસ્પિટલમાંથી આવતા માળીયા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.