મોરબી સિવિલ હોસ્પિટલમાં ડચકા ખાતી લિફ્ટના ફરી ધાંધિયા : દર્દીઓની હાલાકી

- text


સિવિલ હોસ્પિટલમાં લિફ્ટ બંધ થઈ જવાથી ઇમરજન્સીના દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા

(જનક રાજા દ્વારા) મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં ફરી ડચકા ખાતી લિફ્ટના ધાંઘીયા સર્જાયા છે.આ લિફ્ટ બંધ થઈ જવાથી ઇમરજન્સીના દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.જોકે સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર લિફ્ટ બંધ થઈ જતી હોવાથી જવાબદાર તંત્ર દર્દીઓને પડતી મુશ્કેલીઓને ગંભીરતાથી લઈને આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે.

- text

મોરબીમાં દર્દીઓમાં સિવિલ હોસ્પિટલનું નામ પડે એટલે અનેક ખામીઓ અને અસુવિધાઓના ડામ નજર સમક્ષ ઉભરી આવે છે.જોકે સિવિલ હોસ્પિટલ તંત્રના પાપે છેલ્લા ઘણા સમયથી આ હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે પીડાદાયક બની ગઈ છે.અને અનેક ગરીબ દર્દીઓ આ સિવિલ હોસ્પિટલમાં અસુવિધાઓનો ભાર વંઢોરી રહ્યા છે.ત્યારે દર્દીઓને વધુ એક અસુવિધાની પીડા ભોગવવાનો વારો આવ્યો છે.જેમાં સિવિલ હોસ્પિટલમાં આવેલ દર્દીઓ માટે આવશ્યક સેવા સમાન લિફ્ટ 17 ઓગસ્ટના રોજ બધ પડી ગઈ છે.તેથી ઇમરજન્સીના દર્દીઓની કફોડી હાલત થઈ ગઈ છે. જોકે આ લિફ્ટ ઘણા સમયથી ડચકા ખાઈ છે અને અવારનવાર બંધ પડી જાય છે.ટેકનીકલ ફોલ્ટથી આ લિફ્ટ બધ પડી હોવાનું બહાનું બતાવીને બંધ પડ્યા બાદ ખાસ્સો સમય પછી રિપેર કરીને ચાલુ કરી દેવાય છે.પછી થોડા સમયમાં લિફ્ટ પાછી બંધ પડી જાય છે.છેલ્લા ઘણા સમયથી વારંવાર લિફ્ટના ધાંધીયા થાય છે.પણ લિફ્ટ બંધ થવાના પ્રશ્નનો કાયમી ઉકેલ લવાતો નથી તેથી દર્દીઓ ભારે પરેશાન થાય છે.આથી હોસ્પિટલ તંત્ર આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી દર્દીઓએ માંગ ઉઠાવી છે.

- text