મોરબીમાં સગીરાને એક શખ્સ ભગાડી ગયાની ફરિયાદ

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરાને એક શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરાને ગતતા.13 ઓગસ્ટના રોજ કાસમભાઈ અબ્બાસભાઈ મોવર નામનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરી ગયો હતો.આ બનાવ અંગે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.