શ્રાવણીયો જુગાર : હળવદ પોલીસની વધુ એક રેડમા છ ઝડપાયા

- text


આરોપીએ રહેણાંક મકાનમાં જુગાર કલબ ચાલું કરતા જ પોલીસ ત્રાટકી

હળવદ : હળવદ શહેરના વોરાવાડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ગંજીપાનાનો જુગાર રમતા છ શખ્સોને રૂપિયા ૨૫ હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા ઝડપાયેલા શકુનીઓને પોલીસ મથકે લાવી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

શ્રાવણ માસ ચાલુ થાય એટલે ભક્તો સાથે જુગારીઓને પણ મોસમ આવી હોય એમ જુગાર રમવા બેસી જતા હોય છે પરંતુ હળવદ પોલીસ સતર્ક થઈ શહેરમાં આવેલ વોરાવાડ વિસ્તારમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી છ શકુનીઓને પતા ટીચતા રંગેહાથ ઝડપી લીધા હતા આમ તો શ્રાવણ માસ ને પવિત્ર માસ ગણવામાં આવતો હોય છે શ્રાવણ માસ એટલે ભક્તિભાવ નો મહિનો માનવામાં આવે છે પરંતુ કેટલાક લોકો માટે તો જાણે જુગારની મોસમ હોય તેમ ખુણે ખાચકે અથવા તો બંધ ઘરોમા કે પછી દુકાનોમાં જુગાર રમતા હોય છે

- text

ત્યારે હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રિના શહેરમાં આવેલ વોરાવાડ વિસ્તારમાં પોલીસથી બચવા રહેણાક મકાનમાં જુગાર રમી રહેલા કમલેશભાઈ ધીરુભાઈ જોશી રહે વોરાવાડ વિસ્તાર હળવદ,વૈભવ ભાઈ તરુણભાઈ શાહ રહે વોરાવાડ વિસ્તાર હળવદ,હર્ષદભાઈ મણીલાલભાઈ શાહ રહે પાંજરાપોળ દરવાજા હળવદ, નિલેશભાઈ મનુભાઈ કોઠારી રહે શર્માફળી હળવદ,અંબારામભાઈ છગનભાઈ કવાડિયા રહે બ્રાહ્મણની ભોજનશાળા પાસે હળવદ સહિતના છ આરોપીઓ કમલેશ ધીરુ જોશીના રહેણાક મકાનમાં જુગાર રમી રહ્યા હતા તે વેળાએ હળવદ પીએસઆઇ પી.જી પનારા,બીપીનભાઈ પરમાર ,ગંભીરસિંહ ચૌહાણ કમલેશભાઇ પ્રજાપતિ ,વિપુલભાઈ નાયક,મુમાભાઈ રબારી સહિતનાઓએ દરોડો પાડતા જુગારના પટમાંથી રૂપિયા ૨૫૩૦૦ ની રોકડ ઝડપી લઈ આરોપીઓને પોલીસ મથકે લાવી ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું

 

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text