મોરબી : એસટી તંત્રને વારંવારની રજુઆત છતા વિદ્યાર્થીઓની હાલાકી ઠેરની ઠેર

- text


60પેસેન્જરની કેપેસિટી વાળી બસમાં ઘેંટા-બકરાની જેમ ભરાતા 130 ઉપરાંતના વિદ્યાર્થીઓ સહિતના પેસેન્જરો : તોળાઈ રહેલો ગંભીર અકસ્માતનો ખતરો

મોરબી : મોરબી ઘાટીલા રૂટની બસમાં ચોટીલા તરફ નિયમિત જતા-આવતા વિદ્યાર્થીઓની વારંવારની રજુઆત એસટી તંત્રના ભેરા કાને અથડાઈને પાછી ફરતી હોય એમ લાંબા સમયની બસની અનિયમિતતાની સમસ્યાનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.

મોરબી-ઘાટીલા બસમાં નિયમિતપણે 130 જેટલા વિદ્યાર્થીઓ અપ-ડાઉન કરે છે. નિયમિતપણે ચોક્કસ રીતે “અનિયમિત” રહેતી આ રૂટની બસને સમયસર ચલાવવા વિદ્યાર્થીઓએ ઘણી વખત રજુઆત કરવા છતાં એસટી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. આથી વિદ્યાર્થીઓ એસટીની અણધડતાથી કંટાળી ગયા છે. ડેપો મેનેજર કે ટ્રાફિક કંટ્રોલર મૉટે ભાગે ફરજ દરમ્યાન પણ ડેપોમાં હાજર રહેતા ન હોય પરેશાન વિદ્યાર્થીઓની વ્યથા જેમની તેમ રહી જાય છે. ફરિયાદ માટે ફોન કરવામાં આવે ત્યારે ફોનમાં ઉડાઉ જવાબ આપી દેવામાં આવે છે.

- text

વિદ્યાર્થીઓને શાળા-કોલેજોમાં સમયસર પહોંચવામાં રોજ મોડું થતું હોવાથી અભ્યાસ પણ બગડે છે. ત્યારે સાંજે ઘેર જવામાં પણ મોડું થાય છે. સાંજે 06 વાગ્યાના બદલે 6:30, 07:00, કે ઘણીવાર 7:30 વાગ્યા સુધી બસ ઉપાડવામાં આવતી નથી. ચોટીલા-એંજાર રૂટની બસ પણ 5:30 વાગ્યે આવવાના બદલે 08:00 વાગે આવે છે. આ ઉપરાંત 60 પેસેન્જરની જગ્યાએ 130 જેટલા તો માત્ર રેગ્યુલર અપ-ડાઉન કરવા વાળા વિદ્યાર્થીઓ જ હોય છે. આ ઉપરાંત અન્ય પેસેન્જરો અલગથી હોય એક બસમાં ઘેંટા-બકરાની માફક 130 કરતા વધુ પેસેન્જરોને ભરીને બસને ઓવરલોડ કરવામાં આવે છે. જો આવા સંજોગોમાં અકસ્માત સર્જાય તો કેટલી ભયંકર જાનહાની થઈ શકે એનો તંત્રને અંદાજો હોય એવું જણાતું નથી. મોટાભાગના અકસ્માતો વાહનોની ક્ષમતા કરતા વધુ પેસેન્જરો બેસાડવાથી થાય છે તેવો નેશનલ કમિટી ઓફ રોડ સેફટી ઓર્ગેનાઇઝેશનનો દાવો છે ત્યારે તંત્રએ એકાદી વધુ બસ આ રૂટ પર ફાળવવી જોઈએ અને બસને નિયમિત સમય મુજબ ચલાવવી જોઈએ એવો આક્રોશ અને માંગણી વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી છે.

 

 

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text