મોરબી : રવિવારે ફોટો-વિડિઓ એસોસિએશન દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારંભનું આયોજન

- text


મોરબી : મોરબી તાલુકાના વીડિઓગ્રાફર તેમજ ફોટોગ્રાફર એસોશિએશનના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિદ્યાર્થી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક ક્ષેત્રે ઉજ્જવળ દેખાવ કરનાર બાળકોને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે.

ભૂતપૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાના અધ્યક્ષ સ્થાને તારીખ 18 ઓગસ્ટને રવિવારે આયોજિત થનાર આ કાર્યક્રમમાં ટંકારા તાલુકાના ઝાંબાઝ પોલીસમેન પૃથ્વીરાજસિંહ જાડેજાનું વિશેષ સન્માન કરવામાં આવનાર છે. લાઇન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ રમેશભાઈ રૂપાલાની વિશિષ્ટ ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં રહેશે. 18 ઓગસ્ટને રવિવારે દશાશ્રી વણિક જ્ઞાતિની વાડી, બેન્ક ઓફ બરોડા સામે મોરબી ખાતે સવારે 08 કલાકથી બપોરે 12 કલાક સુધી આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વીડિઓગ્રાફર- ફોટોગ્રાફર એસો.ના આયોજકોએ મેમ્બરોને આમંત્રણ આપ્યું છે.

- text

 

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text