માળીયા : મોટાભેલાની જે.ટી.પટેલ હાઈસ્કૂલમાં ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા નિબંધ સ્પર્ધા

- text


મોટાભેલા પ્રાથમિક શાળામાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

માળીયા : માળિયાના મોટાભેલા ગામની જે.ટી.પટેલ હાઈસ્કૂલમાં ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટાભેલા પ્રાથમિક શાળા ખાતે એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આજ રોજ માળીયા તાલુકાની મોટાભેલા ખાતે આવેલી જે.ટી.પટેલ હાઇસ્કુલ ખાતે ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે હેતુથી એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ધોરણ-9 ના કુલ 18 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને મોટાભેલા પ્રાથમિક શાળામાં વક્તૃતવ સ્પર્ધા કરવામાં આવી હતી જેમાં ધોરણ 4 થી 8 સુધીના કુલ 13 વિદ્યાર્થીઓએ વ્યસન અંગે ખુબ જ સારૂ વક્તવ્ય આપ્યું હતુ. જેમાં સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ, દ્વિતિય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને બંને શાળામાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુનાં સેવનથી થતી આડઅસરો, વ્યસનમુક્તિનાં ફાયદા તથા COTPA – 2003 અંગે માહિતી આપવામાં આવી કાર્યક્રમના અંતે બન્ને શાળાના આચાર્ય સાહેબ દ્વારા બાળકોને વ્યસન ઝિંદગીમાં કયારેય ન કરવા અંગે સુચન કર્યું હતુ અને ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનો આભાર માનવામાં આવ્યો અને સ્પર્ધામાં વિજેતા થનાર અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text