મોરબી : જે ગામ 300થી વધુ વૃક્ષ વાવશે તેને રૂ. 5 હજારનું રોકડ અનુદાન મળશે

- text


મોરબી અને માળિયાના વહેલા તે પહેલાં 10 ગામોને અપાશે લાભ : દિવંગત પત્નીની સ્મૃતિમાં કેન્સર પીડિત પર્યાવરણપ્રેમીની જાહેરાત

મોરબી : મૂળ માળિયાના ભાવપર ગામના વતની અને હાલ કચ્છના આદિપુરમાં રહેતા કેન્સર પીડિતે પોતાની દિવંગત પત્નીની સ્મૃતિમાં પર્યાવરણનું જતન કરવા અને માદરે વતનનું ઋણ ચૂકવવા માટે વૃક્ષારોપણનું અભિયાન હાથ ધર્યું છે. જેમાં તેમણે એવી જાહેરાત કરી છે કે,મોરબી અને માળિયાના જે 10 ગામો વહેલા તે પહેલાના ધોરણે 300 કે તેથી વધુ વૃક્ષો વાવશે.તે ગામને રૂ.5 -5 હજાર આપવામાં આવશે.

મૂળ માળીયા તાલુકાના ભાવપર ગામના વતની અને કચ્છના આદિપુરમાં રહેતા વિઠલભાઈ શિવાભાઈ પટેલ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા છે.તેઓએ કેન્સર જેવી મહામારી સામે લડતા રહીને પર્યાવરણનું જતન કરવા માટે પ્રેરણાદાયી પ્રયાસ હાથ ધર્યો છે.ખાસ કરીને તેમના દિવંગત પત્ની હંસાબેનની સ્મૃતિમાં અને માદરે વતનનું ઋણ અદા કરવા માટે તેમણે વૃક્ષારોપણનું અભિયાન હાથ ધર્યું છે અને મોરબી અને માળીયાના ગામોને લીલાછમ હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરવા માટે જે તે ગામો આગળ આવે તે માટે એક યોજના અમલમાં મૂકી છે.જેમાં તેમણે એવી જાહેરાત કરી છે કે ,મોરબી અને માળીયાના જે 10 ગામો 300 કે તેથી વૃક્ષો વાવશે તે ગામને વૃક્ષ ઉછેર માટે અનુદાન આપશે. આવી રીતે ગામ દીઠ રૂ.5 હજાર વહેલા તે પહેલા ધોરણે 10 ગામોને કુલ.રૂ.50 હજાર આપશે. આ માટે મો.નં. 88495 57611 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. વધુમાં કેન્સર જેવી મહામારી સામે લડતા રહીને વિઠ્ઠલભાઇ પટેલ વૃક્ષારોપણ માટે સરાહનીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. જે ખરેખર સરાહનીય છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text