મોરબી : રફાળેશ્વરમાં પારિવારિક ઝઘડાના મામલે મારામારી

મારામારીમાં સાત ઈજાગ્રસ્ત : બેને રાજકોટ ખસેડાયા

મોરબી : મોરબીના વાંકાનેર હાઇવે પર રફાળેશ્વર ગામે ગઈકાલે સાંજે કૌટુંબિક ઝઘડાને લઈને મારામારીના બનાવમાં સાત જેટલા લોકોને ઇજા પહોંચી હતી. આ ઇજાગ્રસ્તો પૈકીના બેને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

મોરબીના રફાળેશ્વરમાં ગઈકાલે કૌટુંબિક કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં દિલીપભાઈ અમરશી જાદવ, શાંતાબેન અમરશીભાઇ જાદવ, દીપ દિલીપભાઈ જાદવ, મંજુલાબેન વિપુલભાઈ ચાવડા, વનીતાબેન દેવજીભાઈ ચાવડા, ચંપાબેન દેવજીભાઈ ચાવડા અને સાગર દેવજીભાઈ ચાવડાને ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર મોરબી હોસ્પિટલમાં ખસેડાયા હતા. મોરબી હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે વનીતાબેન અને સાગરને રાજકોટ ખાતે ખસેડ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર બંને પક્ષો કૌટુંબિક સગા છે અને પારિવારિક બાબતે ઝઘડો થતા આ ઘટના બની હતી. જોકે આ બનાવમાં કોઈને ગંભીર ઇજા પહોંચી નથી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne