દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ 17 વ્યવસાયીઓને 24.26 લાખની લોન મંજુર

- text


મોરબી : ભારત સરકારની બહુ આયામી એવી પંડિત દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ આજીવિકા મિશન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત છેવાડાના માણસ સુધી સરકારી સહાય પહોંચે અને નાના વ્યવસાકરોને પણ સરકારી સહાયનો લાભ મળે એ હેતુથી આ યોજના લાગુ કરવામાં આવી છે. તાજેતરમાં દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ટાસ્કફોર્સ કમિટીની બેઠક મળી હતી. જેમાં વ્યક્તિગત ધંધા/વ્યવસાય માટે કુલ 17 અરજીઓ આવી હતી. જે અંતર્ગત 24.26 લાખની મંજૂરી આપી ભલામણ માટે જે તે બેન્કને આ રકમ લાભાર્થીઓને ચૂકવી આપવા માટે મોકલી આપવામાં આવી છે. આ ઉપરાંત 4 સખીમંડળની કેશ ક્રેડિટ લોન અરજી રૂપિયા 4 લાખની મર્યાદામાં મંજુર કરવામાં આવી હતી જેને પણ જે તે બેન્કને મોકલી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત જે તે વ્યક્તિને ધંધા માટે વ્યક્તિગત ધોરણે મામૂલી વ્યાજ સાથે શરતોને આધીન લોન પુરી પાડવામાં આવે છે. આ યોજનાનો હજુ જોઈએ તેવો પ્રચાર પ્રસાર સરકાર તરફથી કરવામાં આવતો નથી. અન્યથા નાના અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારો માટે આ યોજના ખુબ જ લાભદાયી સાબિત થાય એમ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text