હળવદ : હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે ગૃહપતિનું મોત

હાઈવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યો વાહન ચાલક ઠોકર મારી ફરાર

હળવદ : ગત મોડી રાત્રીના હળવદ હાઈવે પર આવેલ આશાપુરા હોટલ પાસે શહેરની હોસ્ટેલમાં ગૃહપતિ ની શેવા આપતા રાજપૂત યુવાન રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાસ ને શહેરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગત મોડી રાત્રીના હળવદ શહેરમાં આવેલ કવિ દુલા ભાયા કાગ હોસ્ટેલમાં ગૃહપતિ તરીકેની સેવા બજાવતા ધર્મેન્દ્રસિંહ સિસોદિયા હોસ્ટેલમાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓ હળવદ આવ્યા હોય જેઓને હોટેલ પર જમાડી ઘર તરફ આવવા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું

બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ પરિવારજનોને જાણ કરી લાશને પીએમ માટે શહેરની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી જ્યારે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઇ છે

અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક ગૃહપતિ ધર્મેન્દ્રસિંહ સિસોદિયા ના ધર્મ પત્નીનું પણ થોડા મહિના પહેલા જ અકસ્માતે મોત નીપજયું હતું ત્યારે પરિવારજનો હજુ તે સોક ભૂલ્યા નથી તેવામાં ધર્મેન્દ્રસિંહના મોતના પગલે પરિવારજનોમાં કાળો કલ્પાંત મચી ગયો છે તેમજ ધર્મેન્દ્રસિંહ મોટું મિત્રવર્તુળ ધરાવતા હોય જેના કારણે પરિવારની સાથે સાથે મિત્ર વર્તુળમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે.