મોરબી : ત્રાસ આપતા પતિનો કાટો કાઢી નાખવા પત્નીએ પૂર્વ પતિ સાથે મળીને ખેલ્યો ખૂની ખેલ

- text


રંગપર ગામ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં થેયલી શ્રમિક યુવાનની હત્યાનો ભેદ ખુલ્યો : એલસીબી અને તાલુકા પોલીસે દમણ ખાતેથી મૃતક યુવાનની પત્ની અને તેના પૂર્વ પતિને ઝડપી લીધા : બન્નેએ નિદ્રાધીન યુવાનનું પથ્થરનો ધા મારીને ઢીમ ઢાળી દીધાની કબુલાત આપી

મોરબી : મોરબીના રંગપર ગામ નજીક આવેલ સીરામીક ફેક્ટરીની મજૂરોની ઓરડીમાં શ્રમિક યુવાનની રહસ્યમય હત્યાના બનાવનો ભેદ એલસીબી અને તાલુકો પોલીસે ઉકેલી નાખ્યો છે.તાલુકા પોલીસની ટીમે આજે દમણ ખાતેથી મૃતક યુવાનની પત્ની અને તેના પૂર્વ પતિને ઝડપી લીધા હતા.આ બન્ને આરોપીઓની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.જેમાં મૃતક પતિ મારકુટ કરીને ત્રાસ આપતો હોવાથી અને બાદમાં પૂર્વ પતિ સાથે સંપર્કમાં આવતા ફરી બન્ને વચ્ચે પ્રેમ પાંગરતા આરોપી પત્નીએ તેના પૂર્વ પતિ સાથે મળીને નીંદ્રાધીન પતિ પર પથ્થરનો ધા મારીને ઢીમ ઢાળી દીધું હતું.પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ ઇરોટા સીરામીક ફેકટરીમાં રહીને મજુરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રામસિંહ ઉ.વ.23 નામના મજુર યુવાનનો થોડા દિવસો પહેલા હત્યા કરાયેલી હાલતમાં તેની ઓરડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જેમાં મૃતક યુવાનને બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ સમયે મૃતકની પત્ની લાપતા હોવાથી તેના પર શંકા પ્રબળ બની હતી. દરમ્યાન મૃતક રામસિંહના ભાણેજ જીતેન્દ્ર પપ્પુ વર્માએ મૃતક યુવાનની પત્ની કિરણદેવી રામસિંગ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી કિરણદેવી એ મૃતક રામસિંહ સાથે બીજા લગ્ન કર્યા હતા.પરેતું તેણીએ પહેલાં પતિને છુટાછેડા આપી દીધા હોવા છતાં તે તેની સાથે અવાર નવાર ફોન પર સંપર્કમાં રહેતી હતી.આથી આ બાબતની તેના પતિ રામસિંહને જાણ થતાં બંને વચ્ચે કજિયા કંકાસ થતા હતા અને આજ કારણોસર પત્ની કિરણદેવીએ પોતાના પતિ રામસિંહની હત્યા કરીને ઓરડીને તાળું મારી ફરાર થઈ ગઈ હતી.આ બનાવની એલસીબી અને તાલુકા પોલીસે સઘન તપાસ ચલાવીને મળેલી બાતમીના આધારે એક ટીમને દમણ ખાતે મોકલીને ત્યાંથી મૃતક યુવાનની પત્ની કિરણદેવી રામસિંહ તથા તેના પૂર્વ પતિ ઇન્દલ ધનોરી પાસવાન ઉ.વ.38 હાલ રહે દમણને ઝડપી લીધા હતા.

- text

આ બન્ને આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે,આગાઉ કિરણદેવી અને ઇન્દલ પતિ પત્ની હતા અને આ બન્ને પતિ પત્ની અગાઉ તેમના બાળકો સાથે દમણ ખાતે રહીને એક ફેકટરીમાં મજુરી કામ કરતા હતા.તે સમયે મૃતક રામસિંહ પણ તેમની બાજુમાં રહેતો હતો. આથી રામસિંહ અને કિરણદેવી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.બે વર્ષ સુધી પ્રેમ સંબંધ ચાલ્યા બાદ કિરણદેવી પતિ ઇન્દલ અને બે બાળકોને છોડીને રામસિંહ સાથે લવ મેરેજ કરી લીધા હતા. શરૂઆતમાં રામસિંહ પત્નીને સારી રીતે સાચવતો હતો અને બાદમાં પત્નીને મારકુટ ત્રાસ આપવાનું શરૂ કરી દેતા વારંવાર કિરણદેવી પૂર્વપતિ અને બાળકી સાથે રહેવા ચાલી જતી હતી બાદમાં મૃતક યુવાન એક બે માસમાં તેણીને સમજાવીને ઘરે પાછો લઈ આવતો હતો.

આ દરમ્યાન કિરણદેવી અને રામસિંહ દમણ ખાતેથી મોરબી આવીને સીરામીકમાં મજુરી કામ કરતા હતા.પરંતુ પતિ અહીં પણ મારકુટ કરીને ત્રાસ આપતો હોવાથી કિરણદેવીએ તેના દમણ રહેતા પૂર્વ પતિને ફોનમાં વાત કરીને પોતાની હૈયાવરાળ ઠાલવી હતી અને ફરી તેમની અને બાળકો સાથે રહેવીની ઈચ્છા દર્શાવી હતી.જોકે પૂર્વપતિએ આ માટે રામસિંહનો કાટો કાઢી નાખવાની વાત કરતા તે પહેલાં સંમત થઈ ન હતી.બાદમાં પૂર્વ પ્લાન કરીને થોડા દિવસો પહેલા ઇન્દલ દમણથી મોરબી આવી ગયો હતો અને આ સીરામીક કારખાનાની પાછળ છુપાયા બાદ રામસિંહને જમાડીને સુવડાવીને કિરણદેવી પૂર્વપતિ ઇન્દલને ઓરડીમાં બોલાવીને સુતેલા રામસિંહ પર પથ્થરનો ઘા મારી તેની હત્યા કરીને બન્ને ફરાર થઈ ગયા હતા.હાલ આ બને આરોપીઓને પોલીસે ઝડપીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text