મોરબી : રેઈનબો વર્લ્ડ પ્રિ સ્કૂલમાં માતૃ પ્રશિક્ષણ યોજાયું

- text


મોરબી : મોરબી ખાતે આવેલી રેઈનબો વર્લ્ડ પ્રિ સ્કૂલમાં માતૃ પ્રશિક્ષણ યોજવામાં આવ્યું હતું. જેમાં 50થી પણ વધુ માતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કુશળ વક્તાઓ દ્વારા માતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

રેઇન્બો વર્લ્ડ પ્રિ સ્કૂલમાં નિયમિત રીતે માતૃ પ્રશિક્ષણ રાખવામાં આવે છે. જેમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની માતાઓને પ્રખ્યાત અને કુશળ વક્તાઓ દ્વારા મનોવૈજ્ઞાનિક રીતે બાળઊછેર તેમજ અન્ય પેરેંટીંગને લગતી બાબતો વિશે તાલીમ આપવામાં આવે છે. જે અંતર્ગત ગઈકાલે રેઈનબો પ્રિ સ્કૂલ ખાતે પ્રથમ માતૃ પ્રશિક્ષણ યોજાયું હતું. જેમાં વક્તા તરીકે ડો. સતીશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રશિક્ષણમાં બાળકોના આરોગ્યને લગતી વિવિધ સમસ્યાઓ તેમજ બાળકોના આહાર અને બાળકોના વર્તન વિશે વિસ્તૃતમાં ચર્ચા તેમજ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. ઉપરાંત તમામ માતાઓને ‘આદર્શ માતા કસોટી’ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. 50થી વધુ માતાઓએ આ પ્રશિક્ષણ નો લાભ મેળવ્યો હતો. પ્રશિક્ષણના અંતે પ્રિ સ્કૂલના સંચાલક નીરવભાઈ માનસેતાએ તમામ માતાઓને શુભેચ્છાઓ આપી હતી અને ડોક્ટર સતીશ પટેલ સાહેબનું અભિવાદન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text