મોરબી એલસીબીએ વાંકાનેરમાં દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને પકડ્યા

- text


મોરબી : મોરબી એલસીબી દ્વારા વાંકાનેરના વઘાસીયા ટોલનાકાથી વાંકાનેર તરફ નર્સરી રોડ ઉપર એક મારૂતિ ઝેન GJ03JC3382 માં આરોપી સંજય વાલા કિસલા અને રમેશ ઉર્ફે ભરત ગોવિંદ કિસલાને ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂના બાચકા નંગ ૨ જેમાં આશરે ૫ લિટર ની કોથળીઓ નંગ ૨૦ કુલ દેશી દારૂ લિટર ૧૦૦ નું વેચાણ કરવાના ઈરાદે રાખેલ હોય કુલ મુદ્દામાલ રૂપિયા ૫૨૦૦૦ સાથે બંને આરોપીઓને ઝડપી પાડેલ છે.

- text

વધુ તપાસમાં આ બંને આરોપીઓએ હકા કથા ગણાદિયા અને રમેશ દેવા રોજાસરા પાસેથી આ દારૂનો જથ્થો લાવી વાંકાનેરનો આરોપી ઠેબા કાળું કોળી વિહોત પાન વાળાને આ દારૂનો જથ્થો આપવા જવાના હોય ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

- text