મોરબીના રાજપર ગામે ચાલતા જુગારધામ પર દરોડો : પાંચ પકડાયા, ત્રણ ફરાર

એલસીબીની કાર્યવાહી : રૂ. 76 હજારની રોકડ મળી કુલ રૂ. 1.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

મોરબી : મોરબીના રાજપર ગામે જુગાર રમતા પાંચ શખ્સોને રૂ. 76 હજારની રોકડ સાથે પકડી પાડી એલસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ નાશી છૂટતા તેઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત થતી વિગત મુજન મોરબીના રાજપર ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીએ દરોડો પાડીને વિશાલ ઈશ્વરભાઈ પટેલ , રાજેશ બચુભાઇ પટેલ , રઘુ દેવાભાઈ પટેલ , ઘનશ્યામ કરશનભાઈ બાવરવા , ભરત કરશનભાઈ કકાસણીયાને રૂ. 76 હજાર રોકડ મળી એસન્ટ કાર કિંમત રૂ. 1 લાખ મળી કુલ રૂ. 1.76 લાખનો મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

આ દરોડામાં ધર્મેન્દ્ર પટેલ, મનોજ પટેલ અને ભાવેશ પટેલ નાશી છૂટતા પોલીસે તેમની સામે પણ ગુનો નોંધીને તેમને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne