બ્રાહ્મણી-૧ ડેમને નર્મદાના નિરથી ભરવા પાંડાતીરથ ગ્રામજનોની રજૂઆત

- text


જો ડેમમાં પાણી ભરવામાં નહીં આવે તો ખેતીનો પાક નિષ્ફળ જશે : ખેડૂતો

હળવદ : હળવદ પંથકમાં ગયા અને ચાલુ વર્ષે વરસાદ વાવણી લાયક નહીં પડવાના કારણે પશુપાલકો ખેડૂતો તેમજ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ સામે આવી રહી છે ત્યારે પાંડાતીરથ ના ગ્રામજનોએ બ્રાહ્મણ-૧ ડેમને નર્મદા થી ભરવા હળવદ મામલતદાર ને લેખિતમાં રજૂઆત કરી માંગ કરી છે.

- text

ચાલુ વર્ષે પણ અડધો અષાઢ પુરો થયો છતા અત્યાર સુધી નહીવત વરસાદને કારણે ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે ત્યારે હળવદ તાલુકાના પાંડાતીરથ ગ્રામ પંચાયતના સરપંચ ગુલાબસિંહ અસવાર સહિતના ગ્રામજનોએ બ્રાહ્મણી-૧ડેમમાં નર્મદાના પાણી ભરવા હળવદ મામલતદાર ને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પાંડાતીરથ ગામ ખેતી આધારિત ગામ હોય તેમજ ચાલુ અને ગયા વર્ષે વરસાદ ન થવાના કારણે હજુ સુધી પૂરતુ વાવેતર થઇ શકેલ નથી અને જેમાં વાવેતર થયેલ છે તેમાં પાણીના અભાવે પાક સુકાવા લાગ્યો છે અમારું ગામ બ્રામણી-૧ડેમના કમાન એરિયા માં આવતું હોય જેથી ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવે અને અમને તાત્કાલીક પાણી આપવામાં આવે તો આ વર્ષે પાક બચી જાય તેમ છે નહીંતર સંપૂર્ણ પાક નિષ્ફળ જવાનો જ છે જેથી તાત્કાલિક ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરાઇ છે અને અંતમાં ચીમકી પણ ઉચ્ચારી છે કે જો ખેડૂતો ને સિંચાઇ માટે પાણી આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text