મોરબી વિસ્તારની સગીરાને લલચાવી એમ.પીના શખ્સે કર્યું અપહરણ

મોરબી : મોરબી પંથકમાંથી એમ.પી.નો શખ્સ સગીરાને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે. ફરિયાદના પગલે પોલીસે અપહરણકર્તાને સગીરા સહિત શોધવાની કવાયત હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર તાલુકાના ગોર ખીજડિયા ગામે આવેલી એક પેપર મિલમાં પરિવાર સાથે રહેતી સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે
સગીર વયની દીકરીને મધ્યપ્રદેશનો રહેવાસી મોલુરમ નાનુરામ ડાવર અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી અપહરણકર્તાને સગીરા સાથે ઝડપી પાડવા તપાસ આદરી છે. આ બનાવની વધુ તપાસ સીપીઆઈ આર. કે.ઝાલા ચલાવી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne