વિધાનસભામાં મોરબીના વિવિધ પ્રાણ પ્રશ્નો ઉઠાવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

- text


મોરબી : વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન મોરબીના વિવિધ પ્રાણપ્રશ્નો ઉઠાવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આ પ્રશ્નો ઉકેલવા ધારદાર રજુઆત કરી હતી.

વિધાનસભાના ચાલુ સત્ર દરમ્યાન મોરબી, માળીયા.(મી)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી નગરપાલિકા, ખેતી વિષયક વીજ જોડાણો, નર્મદા કેનાલના પાણી સંદર્ભે તેમજ રોડ રસ્તાના વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં મોરબી, માળીયા (મી.)ના 52 ગામોને મચ્છુ 2 માંથી સિંચાઇની નવી સુવિધા આપવા, નર્મદાની બ્રાન્ચ કેનાલો તેમજ સબમાઈનોરના અધૂરા કામ તાકીદે પુરા કરવા, વરસાદ ખેંચાતા સિંચાઈ માટે ખેડૂતોને તાકીદે નર્મદાનું પાણી આપવા, મોરબી અને માળીયા (મી.)ની નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા મળવા પાત્ર ગ્રાન્ટની તાત્કાલિક ફાળવણી કરવા, મોરબી નગરપાલિકામાં કાયમી ચિફ ઓફિસરની કાયમી નિમણુંક કરવા, માળીયા (મી.)ના નાની બરાર ગામની હાઈસ્કૂલનું નવું બિલ્ડીંગ બાંધવા તેમજ જિલ્લામાં ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ મેળવવા બાબત જેવા વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

- text

ખેતી વિષયક વીજ જોડાણ બાબતે ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં જાણવા મળ્યું હતું કે જિલ્લામાં વીજ જોડાણ મેળવવાની 4712 જેટલી અરજીઓ પેન્ડિંગ પડી છે. જેમાં મોરબી તાલુકામાં 1049, માળીયા (મી.)માં 301 ખેતી વિષયક વીજ જોડાણની ખેડૂતોની માંગણી પેન્ડિંગ છે તેવું જાણવા મળ્યું હતું. આ પેન્ડિંગ અરજીઓનો સત્વરે નિકાલ કરવા ધારાસભ્યએ માંગણી કરી છે. આ ઉપરાંત મોરબી-પીપળી, જેતપુર (મચ્છુ) રોડને ફોરલેન કરવા , મોરબી સીરામીક ઉદ્યોગોને કચ્છથી લિગ્નાઇટનો જથ્થો પૂરતા પ્રમાણમાં કચ્છથી મળી રહે એ માટેની ચર્ચામાં ભાગ લીધો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text